ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે કડાકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો

ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે મોટો કડાકો જોવા મળ્યો. જેમાં અમેરિકન ટેરિફ અને વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ 288.27 પોઈન્ટના ઘટાડા સાથે 82,902.01 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જયારે નિફ્ટી પણ 73.90 પોઈન્ટ ઘટીને 25,281.35 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ટેક, હિન્ડાલ્કો, ટ્રેન્ટના શેર સૌથી વધુ ઘટ્યા
જેમાં શરૂઆતના ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી પર ટીસીએસ, ટેક મહિન્દ્રા,એચસીએલ ટેક, હિન્ડાલ્કો, ટ્રેન્ટના શેર સૌથી વધુ ઘટ્યા, જ્યારે એચયુએલ, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ અને આઈસીસીઆઈ બેંકના શેર સૌથી વધુ વધ્યા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લગભગ સ્થિર ટ્રેડ થઈ રહ્યા છે. જયારે આઈટી , મીડિયા ઇન્ડેક્સ 1-1 ટકા ઘટ્યો અને ઓટો ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો.
એશિયન બજારોમાં તેજી
વૈશ્વિક બજારોમાંથી સેન્સેક્સના મુખ્ય સંકેતોને મુજબ આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 સ્થિર રહ્યો જ્યારે ટોપિક્સ 0.41 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.19 ટકા વધ્યો અને સ્મોલકેપ કોસ્ડેક 0.5 ટકા મજબૂત થયો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ થોડો ઊંચો ખુલવાનો સંકેત આપે છે.
યુએસ શેરબજારો ગુરુવારે ઊંચા સ્તરે બંધ થયા
જ્યારે યુએસ શેરબજારો ગુરુવારે ઊંચા સ્તરે બંધ થયા હતા. એસ એન્ડ પી 500 અને નાસ્ડેક કમ્પોઝિટ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા હતા.ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 192.34 પોઈન્ટ વધીને 44,650.64 પર બંધ થયો, જ્યારે એસએન્ડપી 500 17.20 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 6,280.46 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 19.33 પોઈન્ટ અથવા 0.09 ટકા વધીને 20,630.67 પર બંધ થયો.
આ પણ વાંચો…એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સને પછાડીને સૌથી મોંઘો સ્ટોક બન્યો એમઆરએફ, મજબૂત વળતર આપ્યું…