શેર બજાર

ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફટીમાં સામાન્ય ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ફ્લેટ શરૂઆત જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 95.37 પોઇન્ટનો ઘટાડા સાથે 83,337.52 પોઈન્ટ પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 49.35 પોઈન્ટ ઘટીને 25,411.65 પોઈન્ટ પર ખુલ્યો છે. સેન્સેકસના શેરોની વાત કરીએ તો ટાટા સ્ટીલ, બીઇએલ, ટાઇટન, એસબીઆઇ, એનટીપીસી વગેરેના શેરમાં ઘટાડો જોવા મળ્યો.

એશિયન બજારોમાં પણ મિશ્ર વલણ

જ્યારે એશિયન બજારો મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં જાપાનનો નિક્કી 187.35 નો ઘટાડો જોવા મળ્યો. ફ્લેટ હતો. જ્યારે, ટોપિક્સ ઇન્ડેક્સ 0.15 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.07 ટકા ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નીચી શરૂઆત દર્શાવે છે.

અમેરિકન બજારમાં પણ મિશ્ર વલણ

આ ઉપરાંત શુક્રવારે અમેરિકન બજારમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું છે. જેમાં ડાઉ જોન્સમાં 123.09 નો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ નાસ્ડેકમાં 207.97 નો વધારો જોવા મળ્યો હતો. એસએન્ડપી 500માં 51.93નો વધારો જોવા મળ્યો હતો.

ટ્રેડ ડીલ થાય તો બજારમાં સારો ઉછાળો જોવા મળશે

જોકે, ગત અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ 30 શેરોમાં 626.01 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 176.8 પોઈન્ટ ઘટ્યો હતો.આ અઠવાડિયે બજારની ચાલ અમેરિકા-ભારત વેપાર સોદા પર નિર્ભર રહેશે. જો આ ટ્રેડ ડીલ થાય તો બજારમાં સારો ઉછાળો જોવા મળશે. ટ્રેડ સંવેદનશીલ ક્ષેત્રો જેમ કે આઈટી, ફાર્મા અને ઓટોમોબાઈલને ટ્રેડ ડીલનો ફાયદો થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button