શેર બજાર

ભારતીય શેરબજારની સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં મામૂલી વધારો

મુંબઇ : વૈશ્વિક શેરબજારમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારની સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ 67 પોઈન્ટના વધારા સાથે 83,306 પર ખુલ્યો. તેમજ નિફ્ટી 23 પોઈન્ટના વધારા સાથે 25,428 પર ખુલ્યો છે. જેમાં સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઇનાન્સ, બીઇએલ,બજાજ ફિનસર્વ, એચયુએલ અને એચડીએફસી બેંક 2.2 ટકા સુધી વધીને ખુલ્યા હતા. જ્યારે ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને એમએન્ડએમ ના શેરમાં ઘટાડો જોવા મળ્યો.

એશિયન બજારો મિશ્ર વલણ

જ્યારે એશિયન બજારો મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં જાપાનનો નિક્કી 225 ફ્લેટ હતો. જ્યારે, ટોપિક્સ ઇન્ડેક્સ 0.15 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.56 ટકા અને કોસ્ડેક 0.8 ટકા ઘટ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નીચી શરૂઆત દર્શાવે છે.

આપણ વાંચો:  હવે વીજળીના ભાવ પણ બજાર નક્કી કરશે, નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરશે ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ

અમેરિકન બજાર ગુરુવારે ઉંચા મથાળે બંધ રહ્યા હતા

જ્યારે અમેરિકન બજાર ગુરુવારે ઉંચા મથાળે બંધ રહ્યા હતા. ગુરુવારે એસએન્ડપી 500 અને નાસ્ડેક રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 344.11 પોઈન્ટ વધીને 44,828.53 પર બંધ થયો. જ્યારે, એસએન્ડપી 500 51.94 પોઈન્ટ વધીને 6,279.36 પર બંધ થયો. નાસ્ડેક કોમ્પોસીટ 207.97 પોઈન્ટ વધીને 20,601.10 પર બંધ થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button