ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ ખૂલ્યું, સેન્સેક્સ -નિફ્ટીમાં ઘટાડો

મુંબઇ : અમેરિકાના ટેરિફની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બજાર ખૂલતાની સાથે જ સેન્સેકસમાં 140 પોઇન્ટના ઘટાડા સાથે 81,465 પર ખૂલ્યો તેમજ નિફ્ટીમાં 22 પોઈન્ટનો ઘટાડો થતાં તે 24,800ની નીચે ખૂલ્યો હતો.જો શેરબજારના આઇટી શેરો પર ભારે દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેરો વધારા સાથે અને 17 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા.
એશિયન બજારમાં ઘટાડો
ટ્રમ્પના ટેરિફ અંગે અનિશ્ચિતતા વચ્ચે શુક્રવારે એશિયન બજાર પણ ઘટાડો જોવા મળ્યો. યુએસ કોર્ટે પહેલા ટેરિફ પર પ્રતિબંધ મૂક્યો પછી તેને ચાલુ રાખવાનો આદેશ આપ્યો. તેની બાદ નિક્કી 1.48 ટકા ઘટ્યો જ્યારે બ્રોડર ટોપિક્સ ઇન્ડેક્સ પણ 0.8 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.18 ટકા ઘટ્યો જ્યારે ASX 200 પણ 0.19 ટકા ઘટ્યો.
ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને 2.7 ટકા થયો
આ આરબીઆઈએ કહ્યું કે દેશ ચાલુ નાણાકીય વર્ માં પણ ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે. બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, ઉત્પાદન, ખાણકામ અને પાવર ક્ષેત્રોના નબળા પ્રદર્શનને કારણે એપ્રિલ 2025માં ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને 2.7 ટકા થયો.
આપણ વાંચો: ઉછાળા સાથે શેરબજારની શરૂઆત; આ સેક્ટર્સમાં મોટો વધારો
ગુરુવારે શેરબજારના વધારો નોંધાયો હતો
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે શેરબજારમાં વધારો જોવા મળ્યો. ટ્રમ્પ ટેરિફના નિર્ણય પર સ્ટે મૂકવાના યુએસ કોર્ટના નિર્ણયની સીધી અસર એશિયન બજારો તેમજ ભારતીય શેરબજાર પર પડી. સેન્સેક્સ 320.70 પોઈન્ટ વધીને 81,633.02 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે 504.57 પોઈન્ટ વધીને 81, 816. 89 પોઈન્ટ પર પહોંચ્યો. જ્યારે નિફ્ટી 81.15 પોઈન્ટ વધીને 24,833.60 પર પહોંચ્યો.