
મુંબઇ : ભારતીય શેરબજારમાં આજે સતત તેજી બાદ થોડો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે સેન્સેક્સ 80.34 પોઇન્ટ વધીને 82,311.38 પોઈન્ટ પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટીમાં 14.05 પોઈન્ટ વધારા સાથે 25,126.70 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના શેરો પર નજર કરીએ તો, મહિન્દ્રા, રિલાયન્સ અને એટરનલ વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે શેરોમાં મારુતિ, એલ એન્ડ ટી. ટાઇટન, એશિયન પેઇન્ટ્સ વગેરેમાં ઘટાડો જોવા મળ્યો છે.
એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો
બુધવારે એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 0.25 ટકા સુધી વધ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ અસ્થિર ટ્રેડિંગ વચ્ચે 0.1 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.98 ટકા સુધી વધ્યો અને સ્મોલ-કેપ શેર્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા કોસ્ડેક 1.22% વધ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 શરૂઆતના વેપારમાં 0.44 ટકા વધ્યો જે તેના અગાઉના રેકોર્ડ બંધ સ્તરને વટાવી ગયો.
અમેરિકન બજારોમાં ફ્લેટ કારોબાર
વોલ સ્ટ્રીટ પર, યુએસ સ્ટોક ફ્યુચર્સ ફ્લેટલાઇનની આસપાસ હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 105.11 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 42,866.87 પર બંધ થયો. એસએન્ડપી – 500 0.55 ટકા વધીને 6,038.81 પર બંધ થયો. જ્યારે, નાસ્ડેક કમ્પોઝિટ 0.63 ટકા વધીને 19,714.99 પર બંધ થયો.
ચાર ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી 560 પોઇન્ટ ઉછળ્યો
મંગળવારે શેરબજારમાં ચાર દિવસની તેજી પર પૂર્ણવિરામ મુકાયું. સેન્સેક્સ 53.49 પોઇન્ટ ઘટીને 82,391.72 પર બંધ થયો. સેન્સેક્સના 14 શેરો ઘટાડા સાથે બંધ થયા. જ્યારે 15 શેરોએ નફો કર્યો અને એક યથાવત રહ્યો. નિફ્ટી માત્ર 1.05 પોઇન્ટ વધીને 25,104.25 પર બંધ થયો. છેલ્લા ચાર ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી 560 પોઇન્ટ થી વધુ ઉછળ્યો. જ્યારે સેન્સેક્સ 1,707.7 પોઇન્ટ વધ્યો હતો.