શેર બજાર

ટેરીફ વોર વચ્ચે ભારતીય શેર બજાર ફરી ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ્સ ઘટ્યા

મુંબઈ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરીફ પોલિસી લાગુ કરતા વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે, જેને કારણે દુનિયાભરના શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે (Indian Stock Market) ખુલ્યું. આજે બુધવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટાડા સાથે 74,103.83 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 50 આજે 75.55 પોઈન્ટ ઘટીને 22,460.30 પર ખુલ્યો.

આજે બુધવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 9 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં, જ્યારે બાકીની બધી 21 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ટ્રેડ થઇ રહ્યા હતાં.

આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટીની 50 કંપનીઓમાંથી માત્ર 9 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની 41 કંપનીઓના રેડ સિગ્નલમાં કારોબાર કરી રહ્યા હતાં.

સેન્સેક્સ કંપનીઓમાં, પાવર ગ્રીડના શેર મહત્તમ 1.40 ટકાના વધારા સાથે ખુલ્યા, જ્યારે HCL ટેકના શેર મહત્તમ ૩.૦૦ ટકાનો ઘટાડો નોંધાયો.

આ શેરોમાં ઉછાળો:
સેન્સેક્સ કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 0.76 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.47 ટકા, ટાટા મોટર્સ 0.31 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.12 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.11 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.10 ટકા, મારુતિ સુઝુકી 0.02 ટકાના નજીવા વધારા સાથે ખુલ્યા.

આપણ વાંચો:  અમેરિકના ટેરિફ વોર સહિત આ કારણોથી વૈશ્વિક શેરબજારમા હાહાકાર, મંદીના સંકેત

આ શેર તૂટ્યા:
આજે શરૂઆતના કારોબારમાં ઇન્ફોસિસના શેર 2.85 ટકા, સન ફાર્મા 2.23 ટકા, ટેક મહિન્દ્રા 2.21 ટકા, TCS 2.13 ટકા, ટાટા સ્ટીલ 2.07 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.64 ટકા, રિલાયન્સ 0.69 ટકા, ઇટરનલ (ઝોમેટો) 0.60 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.52 ટકા, અદાણી પોર્ટ્સ 0.33 ટકા, ટાઇટન 0.26 ટકા, ITC 0.02 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

અમેરિકન બજારો તૂટ્યા:
ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરવામાં આવ્યા બાદથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેનાથી અમેરિકન શેર માર્કેટ્સ પર પર ગંભીર સર પડી રહી છે. ડાઉ જોન્સમાં લગભગ 2000 પોઈન્ટનો મોટો ઘટાડો થયો છે. જ્યારે નાસ્ડેક પણ 2.5% ઘટ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button