મુંબઈ: ગઈ કાલે મંગળવારે ભારતીય શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જોકે આજે સવારે રોકાણકારોને રાહતના સમાચાર (Indian Stock market opening) મળ્યા છે. આજે બુધવારે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) આજે 276 પોઈન્ટના વધારા સાથે 76,114.42 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર ગ્રીન ઝોનમાં અને 9 રેડ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાંનેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.24 ટકા અથવા 55 પોઈન્ટના વધારા સાથે 23,080 પર ટ્રેડ થઇ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેર ગ્રીન ઝોનમાં અને 22 રેડ ઝોનમાં ખુલ્ય હતાં, જયારે 2 શેર યથાવત રહ્યા હતાં.આ શેરોમાં મોટો ઉછાળો:નિફ્ટી પેકમાં ઇન્ફોસિસ (1.26 ટકા), વિપ્રો (1.16 ટકા), સન ફાર્મા (1.04 ટકા), ટીસીએસ (0.98 ટકા) અને આઇટીસી (0.93 ટકા)માં ઉછાળો નોંધાયો છે.
આ ઉપરાંત, સૌથી મોટો ઘટાડો BEL માં 1.94 ટકા નોંધાયો હતો, આ ઉપરાંત ટાટા મોટર્સમાં 1.72 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.10 ટકા, પાવર ગ્રીડમાં 21.07 ટકા અને ટાટા સ્ટીલમાં 1.06 ટકા નોંધાયો હતો.
સેકટોરલ ઇન્ડેક્સ:
બુધવારે સવારે નિફ્ટી રિયલ્ટીમાં સૌથી મોટો 2.74 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમ 1.80 ટકા, નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસિસ 1.27 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.52 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.39 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.04 ટકા, નિફ્ટી મેટલ 0.93 ટકા અને નિફ્ટી મીડિયામાં 1.17 ટકા ઘટડો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.32 ટકા, નિફ્ટી ફાર્મા 0.03 ટકા, નિફ્ટી આઇટી 0.48 ટકા, નિફ્ટી એફએમસીજી 0.33 ટકા અને નિફ્ટી બેંક 0.27 ટકા ઉછાળ્યા હતાં.
Also read:Stock Breaking: સેન્સેક્સમાં 1400 પોઇન્ટ સુધીનો કડાકો, 8 લાખ કરોડનું ધોવાણ
ગઈ કાલે શેરબજાર ગબડ્યું:
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે, વૈશ્વિક વેપારમાં તણાવ આવે શક્યતા વધી છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારોના સતત વેચાણ કારણે પણ શેરબજાર મંગળવારે તૂટ્યું હતું. વ્યાપક વેચવાલીથી સેન્સેક્સ 1,235 પોઈન્ટ ગગડીને સાત મહિનાના નીચલા સ્તરે બંધ થયો હતો. એક જ દિવસમાં રોકાણકારના 7 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતાં.