શેર બજાર

શેરબજારની નજીવા વધારા સાથે સપાટ શરૂઆત, આ બેંકના શેરમાં મોટું ગાબડું

મુંબઈ: આજે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ફ્લેટ શરૂઆત (Indian Stock Market opening) નોંધાવી. બજારે નજીવા વધારા સાથે કારોબાર શરુ કર્યો. આજે સવારે બોમ્બે સ્ટોક એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 28.72 પોઈન્ટના નજીવા વધારા સાથે 79,830.15 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના ઇન્ડેક્સ નિફ્ટી 42.30 પોઈન્ટના વધારા સાથે 24,289.00 પોઈન્ટ ખુલ્યો હતો.

આજે સેન્સેક્સની 30 માંથી 25 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની 5 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 37 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સીગ્નલમાં અને બાકીની 13 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા.

આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ કંપની કંપનીઓમાં ઇટરનલ (ઝોમેટો) ના શેર સૌથી વધુ 0.89 ટકાના વધારા સાથે ખુલ્યા અને ટેક મહિન્દ્રાના શેર આજે સૌથી વધુ 3.52 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

આ શેરોમાં વધારો નોંધાયો:
સેન્સેક્સના પર TCS 0.87 ટકા, ટાટા સ્ટીલ 0.85 ટકા, મારુતિ સુઝુકી 0.75 ટકા, ICICI બેંક 0.70 ટકા, ટાટા મોટર્સ 0.67 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.63 ટકા, ઇન્ફોસિસ 0.62 ટકા, ભારતી એરટેલ 0.58 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.55 ટકા, NTPC 0.54 ટકા, HDFC બેંક 0.51 ટકા, ટાઇટન 0.49 ટકા, બજાજ ફાઇનાન્સ 0.49 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.45 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.44 ટકાના વધારા સાથે ખુલ્યા.

આપણ વાંચો:  શેરબજારમાં પહેલગામનો પડધો, નિફ્ટી ૨૪,૩૦૦થી નીચે સરક્યો

આ શેર તૂટ્યા:
આજે શરૂઆતના કારોબારમાં એક્સિસ બેંકમાં 2.92 ટકા, નેસ્લે ઇન્ડિયાના શેર 1.27 ટકા, HCL ટેકના શેર 0.43 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર 0.26 ટકાનો ઘટાડો નોંધાયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button