શેરબજારમાં તેજીનો તરખાટ: બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં | મુંબઈ સમાચાર

શેરબજારમાં તેજીનો તરખાટ: બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં

નિલેશ વાઘેલા

મુંબઇ: નરમ શરૂઆતની શક્યતાઓનોભુક્કો બોલાવતા શેરબજારે સત્ર ખુલતા જ તેજીનો તરખાટ મચાવ્યો છે. બંને બેન્ચમાર્કે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સેન્સેક્સે લગભગ 900 પોઇન્ટ અને નિફ્ટીએ ૨૨૦ પોઇંટથી મોટો ઉછાળો બતાવ્યો છે. સેન્સેકસ 70,550૦ની સપાટી વટાવી ગયો છે, જ્યારે નિફ્ટી 21,200ની નજીક પહોંચ્યો છે.

ગિફ્ટ નિફ્ટીમાં પીછેહઠ રહી હોવાથી સ્થાનિક બજારમાં પ્રારંભમાં નરમ વલણ રહેવાના સંકેત હતા, જોકે નિફ્ટી નવી ઊંચાઈ તરફ આગળ વધશે એવી સંભાવના પણ નિષ્ણાતો દર્શાવી હતી. ગિફ્ટ નિફ્ટીમાં ગુરુવારે સવારે નકારાત્મક સંકેત મળી રહ્યા હતા, જે સૂચવતા હતા કે નિફ્ટી ૫૦ની શરૂઆત નરમ રહેશે.

જોકે અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજ વૃદ્ધિનો દોર અટકવવાનો તેમજ દરમાં ઘટાડો કરવાનો સંકેત આપવા સાથે ડોવિસ સ્ટાન્સ દર્શાવ્યું હોવાથી એશિયાના શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વના વલણની જાહેરાત સાથે કરન્સી માર્કેટમાં ડોલર ગબડ્યો હતો, જ્યારે યુએસ બોન્ડની યીલ્ડમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, જે શેરબજારને વેગ આપી શકે છે. આ ઉપરાંત નિફ્ટી પાછલા સત્રમાં તેની તાત્કાલિક ટેકાની સપાટીથી પાછો ફર્યો છે, ડૉજી પેટર્ન જોતા નિષ્ણાતો કહે છે કે નિફ્ટી ફરી નવી ઊંચી સપાટી હાંસલ કરી શકે છે.

સંબંધિત લેખો

Back to top button