ઉછાળા સાથે ખુલ્યા બાદ શેરબજાર ગબડ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો

મુંબઈ: ગઈ કાલે શેરબજારમાં જોવા મળેલી તેજી બાદ આજે ગુરુવારે શેર બજારની શરૂઆત ભારે ઉછાળા સાથે થઇ. બમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો 30 શેરોવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 578 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 74,308 ના સ્તરે ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE) નો 50-શેર વાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 139 પોઈન્ટના ઉછાળા સાથે 22,476 ના સ્તરે ખુલ્યો.
આજે શેરબજારની ગાડી તેજીના પાટે ચડ્યાની થોડી વારમાં જ નીચે ઉતરી ગઈ. 9.50 વાગ્યે સેન્સેક્સ 74308 થી ઘટીને 73480 પર આવી ગયો છે, જ્યારે નિફ્ટી 82 પોઈન્ટ ઘટીને 22,254 આવી ગયો.
આજે શરૂઆતના કારોબારમાં BPCL, શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, BEL અને વિપ્રોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો…મણિશંકર ઐય્યરે ફરીથી ગાંધી પરિવાર પર સાધ્યું નિશાનઃ રાજીવ ગાંધી મામલે કહ્યું કે…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમુક ઓટોમેકર્સ પર ટેરિફ મુલતવી રાખવાની જાહેરાત કર્યા પછી રોકાણકારોના સેન્ટીમેંટ પોઝોટીવ દેખાઈ રહ્યા છે, વેપાર તણાવ અંગેની ચિંતાઓ ઓછી થઈ છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઓટો લેવી પરના કામચલાઉ વિરામ ઉપરાંત વધારાના ટેરિફમાંથી મુક્તિ પર વિચાર કરવા માટે તૈયાર છે.
રોકાણકારોની આ ફેક્ટર્સ પર નજર:
રોકાણકારો યુએસ ટેરિફ નીતિઓ અને વૈશ્વિક વેપાર પર વધુ પર નજીકથી નજર રાખશે. રોકાણકારો યુરોપિયન સેન્ટ્રલ બેંકના વ્યાજ દરના નિર્ણય પર નજર રાખી રહ્યા છે, સાથે જ યુએસ ટ્રેડ ડેટા અને વાહન વેચાણના આંકડા જેવા મુખ્ય આર્થિક સૂચકાંકો પર પણ નજર રાખી રહ્યા છે. સ્થાનિક સ્તરે સ્ટોક-સ્પેશીફીક મુવમેન્ટ, ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ (FII) ની ઇક્ટીવીટી અને નિફ્ટી F&O કરારોની વિકલી એક્ષ્પાયરી બજારને અસર કરશે તેવી અપેક્ષા છે.