શેર બજાર

ભારતીય શેરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, વળતરમાં અમેરિકા અને ચીન પછાડી પ્રથમ ક્રમે

મુંબઈ : ભારતીય શેરબજારે રોકાણકારોને વળતર આપવામાં અમેરિકા અને ચીન જેવા વિશ્વના સૌથી મોટા શેરબજારોને પાછળ છોડીને નંબર વન બન્યું છે. જેમાં અહેવાલ મુજબ માર્ચ 2025 ની શરૂઆતથી ભારતીય લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ 1 ટ્રિલિયન ડોલર વધ્યું છે. આ સાથે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 5.33 ટ્રિલિયન ડોલર થયું છે. જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો માર્કેટ કેપમાં 21 ટકાથી વધુનો વધારો થયો છે. જે વિશ્વના ટોચના 10 શેરબજારોમાં સૌથી વધુ વધારો છે. ભારત હાલમાં યુએસ, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વૈશ્વિક સ્તરે પાંચમું સૌથી મોટું બજાર છે.

જર્મની બીજા નંબરે

આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ભારત પછી જર્મન બજારમાં બીજો સૌથી મોટો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન તેનું માર્કેટ કેપ લગભગ 14 ટકા વધ્યું. કેનેડામાં લગભગ 11 ટકાનો વધારો થયો. જ્યારે હોંગકોંગમાં 9 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો. જાપાન અને યુકેના બજારોમાં લગભગ 8 ટકાનો વધારો નોંધાયો છે.

યુએસ શેરબજારમાં 2.4 ટકાનો સામાન્ય વધારો

વિશ્વના સૌથી મોટા યુએસ શેરબજારમાં 2.4 ટકાનો સામાન્ય વધારો નોંધાયો હતો. જ્યારે બીજા ક્રમના સૌથી મોટા શેરબજાર ચીનમાં 2.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ફ્રાન્સ અને તાઇવાનમાં અનુક્રમે 3.9 ટકા અને 3.2 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.

આપણ વાંચો:  ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં મામૂલી વધારો…

રોકાણકારોને બમ્પર વળતર મળ્યું

માર્ચથી ભારતના શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં 12.5 ટકા અને 13.5 ટકાનો વધારો થયો છે. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 20.7 ટકા અને 26 ટકાથી વધુ વધ્યા છે. ભારતીય શેરબજારમાં તેજીથી રોકાણકારોને બમ્પર કમાણી થઇ છે. જેના લીધે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button