ભારતીય શેરબજારમાં ટ્રમ્પ ટેરિફની અસર, સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારમાં ટ્રમ્પ ટેરિફની અસર, સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે ટ્રમ્પ ટેરિફની અસર જોવા મળી છે. જેમાં બજારની શરુઆત ઘટાડા સાથે થઈ છે. સેન્સેકસ 389. 92 પોઈન્ટના ઘટાડા સાથે 80396.92 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફ્ટી પણ 98.50 પોઈન્ટના ઘટાડા સાથે 24,613.55 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જયારે સેન્સેક્સના શેરોમાં એટરનલ એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઇટન અને મારુતિમાં વધારો જોવા મળ્યો છે. જયારે એચસીએલ ટેક, એચડીએફસી બેંક, સન ફાર્મા, એનટીપીસી અને પાવર ગ્રીડમાં ઘટાડો જોવા મળ્યો છે.

એશિયન બજારોમાં ગુરુવારે મિશ્ર કારોબાર

એશિયન બજારોમાં ગુરુવારે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 225 0.20 ટકા વધ્યો છે. જ્યારે ટોપિક્સ 0.11 ટકા વધ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.29 ટકા વધ્યો છે. પરંતુ કોસ્ડેક 0.34 ટકા ઘટ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ નબળી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે.

યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયા

ભારત પર આકરા ટેરિફની અસર અમેરિકન બજારોમાં સકારાત્મક રહી હતી. જેમાં બુધવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયા હતા. જેમાં દિવસના કારોબારમાં એસએન્ડપી 500 એ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો. એસએન્ડપી 500 0.22 ટકા વધીને 6,480.05 પર બંધ થયો. ડાઉ જોન્સ 0.31 ટકા વધીને 45,557.67 પર બંધ થયો. તેમજ નાસ્ડેક 0.18 ટકા વધીને 21,583.83 પર બંધ થયો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button