શેર બજાર

ભારતીય શેરબજારમાં પરત ફર્યા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો, કર્યું આટલું રોકાણ

મુંબઈ : ભારતીય શેરબજારમાં સતત ત્રણ મહિના સુધી વેચવાલી કરી રહેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) ફરી બજારમાં સક્રિય થયા છે. જેમાં ઓક્ટોબરમાં માસમાં રોકાણકારોએ શેરબજારમાં 14,610 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ અંગે કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને યુએસ-ભારત ટ્રેડ ડીલ ઝડપથી થવાની અપેક્ષા મુખ્ય કારણ માનવામાં આવે છે.

માર્કેટ સેન્ટીમેન્ટમાં સુધારો થયો

આ ઉપરાંત બજાર નિષ્ણાતો માની રહ્યા છે. નવેમ્બર માસમાં પણ એફપીઆઈનો પ્રવાહ જળવાઈ રહેશે. જેમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વેચચાલી વૈશ્વિક અવરોધોને કારણે હતી. તેમજ ભારત અમેરિકા ટ્રેડ ડીલ નજીકના સમયમાં થવાની શક્યતા છે. જેના લીધે માર્કેટ સેન્ટીમેન્ટમાં સુધારો થયો છે. ઓક્ટોબરમાં ચોખ્ખા રોકાણ પ્રવાહ હોવા છતાં એફપીઆઈ એ 2025 માં અત્યાર સુધીમાં ઇક્વિટીમાંથી આશરે રૂપિયા 1.4 લાખ કરોડની વેચવાલી કરી હતી.

આ પણ વાંચો : શરૂઆત ઘટાડા બાદ શેર બજારમાં તેજી! સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ શેરોમાં વધારો

ખરીદી ફેડરલ રિઝર્વનો વ્યાજ દરમાં ઘટાડો પણ એક મુખ્ય પરિબળ

ઉલ્લેખનીય છે કે, એફપીઆઈએ સપ્ટેમ્બરમાં રૂપિયા 23,885 કરોડ, ઓગસ્ટમાં રૂપિયા 34,990 કરોડ અને જુલાઈમાં રૂપિયા 17,700 કરોડની વેચવાલી કરી હતી. જયારે ફરીથી ખરીદી માટે ફેડરલ રિઝર્વનો વ્યાજ દરમાં ઘટાડો પણ એક મુખ્ય પરિબળ છે.

આ પણ વાંચો : આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું! સેન્સેક્સમાં આટલો ઘટાડો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button