
મુંબઈ: અઠવાડિયાના છેલ્લા અને મે મહિનાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારે ફ્લેટ શરૂઆત નોંધાવી (Indian Stock Market opening) છે. આજે શુક્રવારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 57.95 પોઈન્ટના વધારા સાથે 80,300.19 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 22.30 પોઈન્ટના ઘટાડા સાથે 24,311.90 પોઈન્ટ પર ખુલ્યો.
આજે શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 23 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની 7 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા હતા. બીજી તરફ, આજે નિફ્ટી 50 કંપનીઓમાંથી 23 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં વધારા સાથે કારોબાર શરૂ કર્યો હતો અને 24 કંપનીઓના શેર રેડ સિગ્નલમમાં ખુલ્યા હતા. જ્યારે, 3 કંપનીઓના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા હતાં.
સેન્સેક્સ પર અદાણી પોર્ટ્સના શેર આજે સૌથી વધુ 3.69 ટકાના વધારા સાથે ખુલ્યા અને એટરનલના શેર આજે સૌથી વધુ 2.58 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
આ શેરોમાં મોટો ઉછાળો:
સેન્સેક્સ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 1.41 ટકા, એક્સિસ બેંક 1.03 ટકા, ટીસીએસ 1.01 ટકા, ઇન્ફોસિસ 0.93 ટકા, એચસીએલ ટેક 0.79 ટકા, એચડીએફસી બેંક 0.76 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 0.72 ટકા, ભારતી એરટેલ 0.64 ટકા, આઈટીસી 0.63 ટકા, મારુતિ સુઝુકી 0.62 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 0.58 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.54 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.53 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.47 ટકા, લાર્સન એન્ડ ટર્બોના શેર 0.43 ટકાના વધારા સાથે ખુલ્યા.
બીજી તરફ, શુક્રવારે ટાઇટનના શેર 0.48 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.30 ટકા, બજાજ ફિનસર્વ 0.24 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.21 ટકા, NTPC 0.04 ટકા અને ટાટા મોટર્સના શેર 0.02 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.