શેર બજાર

ભારતીય શેરબજાર ગગડ્યું , સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજાર ગત સપ્તાહે પ્રોફિટ બુકિંગ બાદ આજે ઘટાડા સાથે ખુલ્યું છે. જેમાં સેન્સેક્સ 103.61 પોઈન્ટ ઘટીને 83,835.10 પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 25.25 પોઈન્ટ ઘટીને 25,696.85 પર ખુલ્યો છે. જયારે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડો અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. જયારે સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બીઈએલ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અદાણી પોર્ટ્સમાં વધારો તો બીજી તરફ, મારુતિ, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, એચસીએલ ટેક અને આઈટીસીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન બજારોમાં તેજી

જયારે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જેમાં ચીનમાં પીએમઆઈ આંકડા જાહેર થાય તે પૂર્વે બજારમાં તેજી જોવા મળી હતી. જયારે જાપાનના બજારો રજાના લીધે બંધ છે. તેમજ દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.04 ટકાની તેજી જોવા મળી છે. જયારે જ્યારે કોસ્ડેકમાં 0.51 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અમેરિકન શેરબજારમાં પણ તેજી

આ ઉપરાંત અમેરિકન શેરબજારમાં પણ તેજી જોવા મળી છે. યુએસ બજાર શુક્રવારે વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં 40.75 પોઈન્ટ વધીને 47,562.87 પર બંધ થયો હતો. જયારે એસએન્ડપી 500 17. 86 પોઇન્ટ વધીને 6,840.20 પર બંધ થયો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ 143.81 પોઈન્ટ વધીને 23,724.96 પર બંધ થયો હતો.

આ પણ વાંચો…ભારતીય શેરબજારમાં પરત ફર્યા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો, કર્યું આટલું રોકાણ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button