
મુંબઈ: ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ યથાવત (Indian stock market) રહ્યો. આજે, બુધવારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો સેન્સેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે 75,787 ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)નો નિફ્ટી 98 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 22,847 ના સ્તર પર ખુલ્યો. થોડીવાર પછી, સેન્સેક્સ 354 પોઈન્ટ તુટ્યો અને નિફ્ટી પણ 120 પોઈન્ટ ઘટીને 22,820 પર French ગયો હતો.
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, ફક્ત 7 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા, જ્યારે બાકીની બધી 23 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. એ જ રીતે, નિફ્ટીની 50 કંપનીઓમાંથી, ફક્ત 8 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલમાં વધારા સાથે ખુલ્યા અને 40 કંપનીઓના શેર રેડ સિગ્નલમાં ઘટાડા સાથે ખુલ્યા. જ્યારે 2 કંપનીઓના શેર કોઈ ફેરફાર વિના ખુલ્યા.
આજે સેન્સેક્સ કંપનીઓમાં, NTPC ના શેર સૌથી વધુ 0.34 ટકાના વધારા સાથે ખુલ્યા અને સન ફાર્માના શેર સૌથી વધુ 2.74 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
Also read:શેરબજારની હરિયાળી શરૂઆત; આ શેરોમાં મોટો ઉછાળો
સેન્સેક્સના શેરોની શરૂઆત:આજે ભારતી એરટેલના શેર 0.28 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.23 ટકા, ITC 0.17 ટકા, એક્સિસ બેંક 0.11 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.03 ટકા અને બજાજ ફાઇનાન્સના શેર 0.03 ટકાના વધારા સાથે ખુલ્યા. જ્યારે અદાણી પોર્ટ્સના શેર 2.60 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.57 ટકા, પાવર ગ્રીડ 1.46 ટકા, ઝોમેટો 0.96 ટકા, ટાટા સ્ટીલ 0.89 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.87 ટકા, ICICI બેંક 0.68 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.65 ટકા, ટાટા મોટર્સ 0.57 ટકા, ટેક મહિન્દ્રા 0.55 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 0.50 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.47 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.