ટોપ ન્યૂઝશેર બજાર

ભારતીય શેરબજારમાં સતત તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે પણ તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 136.65 પોઈન્ટ ઉછળીને 82,581.86 પોઈન્ટ પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 54.75 પોઈન્ટ વધીને 25,153.50 પોઈન્ટ પર પહોંચ્યો છે. જેમાં આજે વધતા શેરો પર નજર કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, એલ એન્ડ ટી, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, આઈટીસી વગેરેમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ટાટા મોટર્સ, નેસ્લે, ટાઇટન અને એશિયન પેઇન્ટ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

એશિયન બજારોમાં તેજી

એશિયન બજારોમાં મંગળવારે તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 0.51 ટકા વધ્યો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.3 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.32 ટકા અને કોસ્ડેક 0.28 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા શરૂઆતનો સંકેત આપે છે.

વોલ સ્ટ્રીટમાં સામાન્ય તેજી

સોમવારે યુએસ શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 42,761.76 પર બંધ થયો, જ્યારે એસએન્ડપી 500 0.09 ટકા વધીને 6,005.88 પર બંધ થયો. નાસ્ડેક 0.31 ટકાના વધારા સાથે 19,591.24 પર બંધ થયો.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ નીતિ પછી શેરબજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકિંગ શેરોમાં સારી તેજી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી રેકોર્ડ હાઇ પર ટ્રેડ કરી રહી છે.

આપણ વાંચો:  શેરબજાર કે સોનું શેમાં રોકાણ ફાયદાકારક, જાણો વિગતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button