શેરબજારમાં તેજી: સેન્સેકસમાં ૫૫૦નો ઉછાળો, નિફ્ટી ૨૨,૭૦૦ની ઉપર | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

શેરબજારમાં તેજી: સેન્સેકસમાં ૫૫૦નો ઉછાળો, નિફ્ટી ૨૨,૭૦૦ની ઉપર

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજીનો માહોલ રચાયો છે. સેન્સેકસમાં ૫૫૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી ૨૨,૭૦૦ની ઉપર પહોંચી ગયો છે. પીએસયુ બેન્ક શેરોમાં જબરી લાવલાવ જોવા મળી છે.

શેરબજારમાં કામકાજની શરૂઆત મક્કમ ટોન સાથે થઈ હતી. ભારતના મુખ્ય શેરબજારના સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ ઇન્ડેક્સ હેવીવેઇટ્સ સ્ટોક્સમાં વૃદ્ધિને કારણે સરળતાથી આગળ વધ્યા હતા. બેંકો આજના વેપારમાં શ્રેષ્ઠ ક્ષેત્રીય પર્ફોર્મર રહી હતી.

આજે ITC, IndiGo, Honasa, Tata Investmentના ચોથા ત્રિમાસિક ગાળાની કમાણી જાહેર થશે અને તેને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે.

ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૮૭ ટકાનો ઉછાળો નોંધાવનાર નાયકનો શેર બે ટકા ઊછળ્યો હતો, જ્યારે ચોથા ક્વાર્ટરમાં ૩૪ ટકાના ઉછાળા છતાં સન ફાર્મા નો શેર ત્રણ ટકા તૂટ્યો હતો. જોકે જેફરીઝ સન ફાર્મા પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. NSE પર IPO કિંમત કરતાં 5% પ્રીમિયમ પર ગો ડિજિટ લિસ્ટ થયો છે.

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ અનુસાર, આજે બજાર માટે સકારાત્મક અને નકારાત્મક બંને પરિબળ છે. સૌથી મોટી સકારાત્મક બાબતમાં RBI તરફથી સરકારને મળેલું ₹2.11 લાખ કરોડનું વિક્રમી ડિવિડન્ડ છે, જે સરકારને GDPના નાણાકીય વધારાના ૦.૩ ટકા આપશે.

આનો અર્થ એ છે કે સરકાર તેની રાજકોષીય ખાધ ઘટાડી શકે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો કરી શકે છે. બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો થયો છે જે સરકાર દ્વારા ઓછા ઉધારને દર્શાવે છે. બોન્ડ યીલ્ડમાં ઘટાડો બેન્કિંગ શેરો માટે હકારાત્મક છે. બ્રેન્ટ ક્રૂડ 82 ડોલરની નીચે ગબડવું એ ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક છે.

Back to top button