ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઉછાળો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઉછાળો

મુંબઈ : ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક સકારાત્મક સંકેતોને પગલે વધારા સાથે ખુલ્યું છે. જેમાં સેન્સેક્સ 85.51 પોઈન્ટ વધીને 84,297.39 પર ખુલ્યો છે. જયારે નિફ્ટી 8.05 પોઈન્ટ વધીને 25,843.20 પર શરુઆત થઇ છે. જેની બાદ સેન્સેક્સમાં 445 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. તેમજ નિફ્ટીમાં પણ 132.50 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. જયારે સેન્સેક્સના શેરમાં ટાટા સ્ટીલ, એચસીએલ ટેક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને લાર્સન એન્ડ ટુબ્રોમાં વધારો થયો હતો. જયારે કોટક બેંક, ઇન્ફોસિસ, બીઈએલ, બજાજ ફાઇનાન્સ અને અદાણી પોર્ટ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એશિયન શેરબજારમાં ઉછાળો

એશિયન શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં જાપાનનો નિક્કી જાપાનનો નિક્કી 2.07 ટકા વધીને 50,321 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ 1. 16 ટકા વધીને 50,321 પર ટ્રેડ થઈ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 79.07 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 1.04 ટકાનો વધારો થયો છે.

યુએસ શેરબજારો શુક્રવારે વધારા સાથે બંધ થયા

જયારે યુએસ શેરબજારો શુક્રવારે વધારા સાથે બંધ થયા હતા. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 472.51 પોઈન્ટ વધીને 47,207.12 પર બંધ થયો હતો, જ્યારે એસએન્ડપી 500 53.25 પોઈન્ટ વધીને 6,791.69 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 1.15 ટકા વધીને 23,204.87 પર બંધ થયો હતો.

આ પણ વાંચો…નવા વર્ષમાં નવી આશાઓ સાથે તમે આ IPOમાં કરી શકો છો રોકાણ: જાણી લો યાદી છે લાંબી…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button