Top Newsશેર બજાર

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો…

મુંબઈ : ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 241 પોઈન્ટ વધીને 84,828 પર અને નિફ્ટી 71 પોઈન્ટ વધીને 25,956 પર ખુલ્યો છે. જયારે થોડા સમયમાં સેન્સેક્સમાં 419 પોઈન્ટ અને નિફ્ટીમાં 121 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. જેમાં સેન્સેક્સના શેરોમાં ટીએમપીવી, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને મારુતિમાં વધારો અને ભારતી એરટેલ અને બીઈએલમાં ઘટાડો જોવા મળ્યો છે.

એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા

જયારે અમેરિકન શેરબજારોમાં તેજીના પગલે બુધવારે એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા છે. જેમાં જાપાનનો નિક્કી 225 1.5 ટકા વધ્યો, અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.9 ટકા વધ્યો. જયારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.08 ટકા વધ્યો અને કોસ્ડેક 0.64 ટકા વધ્યો છે. જયારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ ઊંચા ઓપનિંગનો સંકેત આપે છે.

અમેરિકન શેરબજારમાં પણ તેજી

આ ઉપરાંત મંગળવારે અમેરિકન શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 664.18 પોઈન્ટ વધીને 47,112.45 પર પહોંચ્યો હતો . તેમજ એસએન્ડપી 500 60.77 પોઈન્ટ વધીને 6,765.89 પર પહોંચ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 153.59 પોઈન્ટ વધીને 23,025.59 પર પહોંચ્યો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button