ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે પણ મંદી , સેન્સેકસ નિફ્ટીમાં ઘટાડો | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે પણ મંદી , સેન્સેકસ નિફ્ટીમાં ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ઉથલ પાથલ જોવા મળી છે. જેમાં શરુઆતી કારોબારમાં સેન્સેકસ 106.64 ઘટીને 80876.67 સ્તરે ખુલ્યો હતો. તેમજ નિફ્ટી 11.5 ટકા ઘટીને 24,824.80 પર ખુલ્યો હતો. જયારે
નિફ્ટીમાં ટાટા સ્ટીલ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ અને સિપ્લાના શેરોના ભાવમાં વધારો અને
મેક્સ હેલ્થકેર, બજાજ ફાઇનાન્સ, ઓએનજીસી, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વમાં ઘટાડો જોવા મળ્યો છે.
જયારે ઓટો અને એફએમસીજી સૂચકાંકોમાં 0.55 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મેટલ અને કેપિટલ ગુડ્સ સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો થયો છે.

એશિયન બજારોમાં તેજી

જયારે વૈશ્વિક સકારાત્મક સંકેતો વચ્ચે શુક્રવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. જેમાં જાપાનનો નિક્કી 225 1.36 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.35 ટકા વધ્યો. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે શરૂઆતના થોડા નીચા સંકેત આપ્યા છે.

અમેરિકન બજારમાં પણ વધારો

આ ઉપરાંત અમેરિકન શેરબજારમાં બીજા દિવસે ટેક શેરોની આગેવાનીમાં શટડાઉનની અસર નહિવત રહી હતી. ગુરુવારે બજારમાં વધારો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 78.62 પોઈન્ટ વધીને 46,519.72 પર પહોંચ્યો હતો. જ્યારે એસએન્ડપી 500 0.06 ટકા વધીને 6,715.35 પર પહોંચ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 88.89 પોઈન્ટ વધીને 22,844.05 પર પહોંચ્યો હતો.

આપણ વાંચો:  રિઝર્વ બેન્ક દ્વારા આઇપીઓ ફાઇનાન્સિંગ ધોરણોમાં ફેરફાર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button