વર્ષ ૨૦૨૫ના સૌથી ખરાબ સપ્તાહમાં માર્કેટ કેપમાં રૂ.૧૫.૭૭ લાખ કરોડનું જંગી ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વર્ષ ૨૦૨૫ના સૌથી ખરાબ પુરવાર થયેલા પાછલા સપ્તાહમાં એફઆઈઆઈની રૂ. ૧૩,૪૯૧.૭૧ લાખ કરોડની ચોખ્ખી વેચવાલી વચ્ચે એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલમાં રૂ.૧૫.૭૭ લાખ કરોડનું જંગી ધોવાણ નોંધાયું હતું. શુક્રવાર તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫એ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ૨,૧૯૯.૭૭ પોઈન્ટ્સ (૨.૬૬ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ગત શુક્રવારના ૮૨,૬૨૬.૨૩ના બંધ સામે આ શુક્રવારે ૮૦,૪૨૬.૪૬ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સપ્તાહના આરંભે સોમવાર ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સેન્સેક્સ ૮૨,૧૫.૦૭ પોઈન્ટ્સ પર ખૂલી એ જ દિવસે ઊંચામાં ૮૨,૫૮૩.૧૬ સુધી અને શુક્રવાર, ૨૬ સપ્ટેમ્બરે નીચામાં ૮૦,૩૩૨.૪૧ સુધી ગયો હતો.
ગત શુક્રવાર ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ માર્કેટ કેપ રૂ.૪૬૬.૩૨ લાખ કરોડ હતું તે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ના અંત સુધીમાં રૂ.૧૫.૭૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૦.૫૫ લાખ કરોડ થયું હતું. સપ્તાહ દરમિયાન બધા બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસ વધ્યા હતા, જેમાં, બીએસઈ સ્મોલકેપ (૪.૨૯ ટકા), બીએસઈ મિડકેપ (૪.૫૨ ટકા), બીએસઈ ૧૦૦ (૨.૯૩ ટકા), બીએસઈ ૨૦૦ (૩.૦૯ ટકા), બીએસઈ ૫૦૦ (૩.૨૭ ટકા) ઘટ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકાની ૧૦૦ ટકાની ટેરિફની જાહેરાતે ફાર્મા શેરોમાં કડાકા
સેક્ટોરલ ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન બીએસઈ આઈટી ૭.૩૪ ટકા, રિયલ્ટી ૬.૧૩ ટકા, ટેક ૫.૯૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૪.૯૬ ટકા, હેલ્થકેર ૪.૮૮ ટકા, કેપિટલ ગુડ્સ ૪.૦૫ ટકા, ઓટો ૨.૮૮ ટકા, એફએમસીજી ૨.૮૩ ટકા, પાવર ૨.૫૩ ટકા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૨.૨૯ ટકા, પીએસયુ બેન્ક ૨ ટકા, બેન્કેક્સ ૧.૫૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૪૬ ટકા અને મેટલ ૧.૧૨ ટકા ઘટ્યા હતા.
બીએસઈ ૧૦૦માં ૧૨ કંપનીઓના ભાવ વધ્યા, ૮૮ કંપનીઓના ભાવ ઘટ્યા. બીએસઈ ૨૦૦માં ૨૨ કંપનીઓના ભાવ વધ્યા, ૧૭૮ કંપનીઓના ભાવ ઘટ્યા, બીએસઈ ૩૦માં ૩ કંપનીઓના ભાવ વધ્યા અને ૨૭ કંપનીઓના ભાવ ઘટ્યા. બીએસઈ ૫૦૦માં ૪૬ કંપનીઓ વધી, ૪૫૪ કંપનીઓ ઘટી.. મિડકેપમાં ૧૫ કંપનીઓ વધી, ૧૨૮ કંપનીઓ ઘટી. સ્મોલકેપમાં, ૧૪૬ કંપનીઓ વધી, ૧,૦૮૨ કંપનીઓ ઘટી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં માત્ર ત્રણ સ્ક્રિપ વધી હતી, જેમાં મારુતિ (૨.૪૩ ટકા), એક્સિસ બેન્ક (૧.૫૪ ટકા) અને લાર્સન (૧.૪૮ ટકા) વધ્યા હતા. જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ સૌથી અધિક ઘટેલી પાંચ કંપનીઓમાં ટેક મહિન્દ્ર (૧૦.૪૧ ટકા), ટીસીએસ (૯.૩૦ ટકા), ટ્રેન્ટ (૮.૫૦ ટકા), ઈન્ફોસિસ (૬.૩૩ ટકા) અને એશિયન પેઈન્ટ (૬.૦૭ ટકા)નો સમાવેશ હતો.
આ પણ વાંચો: ગત અઠવાડિયામાં શેરબજારમાં ₹16 લાખ કરોડ ધોવાયા: આ કારણો રહ્યા જવાબદાર
એ ગ્રુપની ૭૩૩ કંપનીઓમાં ૭૧ કંપનીઓના ભાવ વધ્યા, ૬૬૨ કંપનીઓના ભાવ ઘટ્યા હતા, બી ગ્રુપની ૧,૪૦૯ કંપનીઓમાંથી ૨૦૧ કંપનીઓના ભાવ વધ્યા, ૧,૨૦૭ કંપનીઓના ભાવ ઘટ્યા અને એકના ભાવ યથાવત રહ્યા હતા. સપ્તાહ દરમિયાન બી ગ્રુપની ત્રણ કંપનીઓને નીચલી અને ૧૩ કંપનીઓને ઉપલી સર્કીટ લાગી હતી.
સપ્તાહ દરમિયાન બીએસઈ અને એનએસઈ પર સંયુક્તપણે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૬૯,૨૩૦.૧૨ કરોડની ખરીદી અને રૂ.૫૫,૫૫૬.૭૧ કરોડની વેચવાલી રહી હતી. આમ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૩,૬૭૩.૪૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૫,૦૨૬.૬૮ની લેવાલી અને રૂ. ૯૮,૫૧૮.૩૯ કરોડની વેચવાલી રહી હતી. આમ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૩,૪૯૧.૭૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.