હુરુન ઇન્ડિયા(HURUN INDIA)ની યાદીમાં સામેલ રાધાકિશન દામાણી એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત એક સ્માર્ટ રોકાણકાર પણ ગણાય છે. શેર માર્કેટમાં ‘બિગબુલ’ કહેવાતા દિવંગત રાકેશ જુનજુનવાલા પણ તેમને પોતાના ગુરૂ માનતા હતા.
D-માર્ટ રિટેલ સ્ટોર વડે દેશના રિટેલ માર્કેટમાં પોતાનું એક આગવું સામ્રાજ્ય ઉભું કરનાર અબજોપતિ રાધાકિશન દામાણીની સફળતાની ગાથામાં હવે એક નવો અધ્યાય જોડાયો છે. 68 વર્ષના આ ઉદ્યોગપતિને ભારતના સૌથી ધનિક સેલ્ફમેડ ઉદ્યોગકાર તરીકે હુરુન ઇન્ડિયાની યાદીમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.
IDFC FIRST બેન્ક અને હુરુન ઇન્ડિયા દ્વારા સંયુક્તપણે આ યાદી બહાર પાડી છે જેમાં અન્ય 200 ઉદ્યોગપતિઓના નામનો સમાવેશ કરાયો છે. ટોપ 200 સેલ્ફમેડ એન્ટ્રપ્રન્યોર્સ ઓફ ધ મિલેનિયમ 2023 નામની આ લિસ્ટમાં રાધાકિશન દામાણીએ તેમની કંપની એવેન્યુ સુપરમાર્ટ્સને પ્રથમ ક્રમ અપાયો છે. લિસ્ટમાં કંપનીની માર્કેટ વેલ્યુ 2,38,188 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.
દામાણીની સાથે જ લિસ્ટમાં અનેક સ્ટાર્ટ અપ સાહસિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ઝેરોધા, પેટીએમ, ઝોમેટો, ક્રેડ, સ્વિગી, ફ્લિપકાર્ટ અને રેઝરપેના સંસ્થાપકો પણ સામેલ છે.
હુરુન ઇન્ડિયાએ આ લિસ્ટમાં દેશના એવા ઉદ્યોગપતિઓને સામેલ કર્યા છે જેમણે પોતાના દમ પર ઉદ્યોગનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. દામાણી પાસે હાલમાં 1.76 લાખ કરોડ કરતા પણ વધારે સંપત્તિ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. ડોલરમાં જોઇએ તો રાધાકિશન દામાણીની સંપત્તિ 1740 કરોડ ડોલર થાય છે.
રાધાકિશન દામાણીને ભારતના ટોચના વેલ્યૂ ઈન્વેસ્ટર ગણવામાં આવે છે. એટલે કે તેઓ લક્ઝરીમાં નહીં પણ યોગ્ય વેલ્યૂ હોય તેમાં જ ઈન્વેસ્ટ કરે છે. આજે ભારતના દરેક નાના મોટા શહેરોમાં ડીમાર્ટના સ્ટોર જોવા મળે છે. પરંતુ આ સફળતા પાછળ તેમની મહેનત અને અમુક ચોક્કસ સ્ટ્રેટેજી જવાબદાર છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને