શેર બજાર

સોનામાં વધુ રૂ. ૧૪૧નો અને ચાંદીમાં રૂ. ૧૦૭નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ભાવઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૦થી ૧૪૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૭નો ઘટાડો આવ્યો હતો.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવ ઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૦ ઘટીને રૂ. ૫૮,૪૮૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૭૨૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૭ના ઘટાડા સાથે રૂ. ૭૦,૭૯૩ના મથાળે રહ્યા હતા.


આજે રાત્રે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત થવાની છે અને ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાની ધારણાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું એશિયા પેસિફિકના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. આમ રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૧૦.૩૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ૧૯૩૩.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં ચાંદીના ભાવ પણ એક ટકાના ઘટાડા સાથે ગત ૨૧ ઑગસ્ટ પછીની સૌથીની નીચી ઔંસદીઠ ૨૨.૮૭ ડૉલરની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


જોકે, આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે. તેમ છતાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ આગામી વર્ષ ૨૦૨૪નાં બીજા ત્રિમાસિકગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા રૉઈટર્સ દ્વારા કરવામાં અર્થશાસ્ત્રીઓનાં સર્વેક્ષણમાં ફલિત થયું હતું. તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ આગામી વર્ષે ફુગાવો ત્રણ ટકાની સપાટીએ જળવાઈ રહેવાની શક્યતા વયક્ત કરી છે. આમ હાલની વૈશ્ર્વિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતાં રૉઈટર્સના વિશ્ર્લેષક વૉન્ગ તાઉએ આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૯૦૫ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.04:11 PM

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button