શેર બજાર

અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૯૨નો અને ચાંદીમાં રૂ. ૨૧૫નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મઘ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી, સાર્વત્રિક સ્તરેથી નિરસ માગ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ધીમો સુધારો આવતા સ્થાનિકમાં આયાત પડતરોમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૧થી ૧૯૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૧૫નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૧૫ ઘટીને રૂ. ૭૧,૧૨૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો છૂટીછવાઈ વેચવાલી સામે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ મર્યાદિત રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૧ ઘટીને રૂ. ૫૮,૭૭૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૯૨ ઘટીને રૂ. ૫૯,૦૦૭ના મથાળે રહ્યા હતા.


અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવાનો કે પછી યથાવત્ રાખવાનો નિર્ણય આવતીકાલે જાહેર થનારા ઑગસ્ટ મહિનાના ફુગાવા પર નિર્ભર હોવાથી આજે લંડન ખાતે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૧૯.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકાના ઘટાડા સાથે ૧૯૪૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


અમેરિકા ખાતે ફુગાવામાં છેલ્લાં થોડાં સમયથી ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ વખતે શક્યત: ઝડપી વૃદ્ધિ જોવા ન મળતાં ફેડરલ રિઝર્વ પાસે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાનો વિકલ્પ હોવાનું મેટલ ફોકસનાં વરિષ્ઠ ક્ધસલ્ટન્ટ હર્ષલ બારોટે જણાવ્યું હતું. જોકે, ન્યૂ યોર્ક ફેડે ગઈકાલે ફુગાવામાં સાધારણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી હતી. હાલમાં સીએમઈ વૉચ ટૂલ અનુસાર આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી ૯૩ ટકા અને આગામી નવેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી ૪૨ ટકા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો..