શેર બજાર

સોનામાં 28નો અને ચાંદીમાં 326નો સુધારો

મુંબઈ: તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં આવેલા વધારાને પગલે અમેરિકામાં ફુગાવામાં વધારો થવાથી ફેડરલ રિઝર્વ શક્યત: આ વર્ષનાં અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થયો હતો. અને લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 0.4 ટકાનો અને વાયદામાં 0.3 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં એક ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 28નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 326 વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે નીકળેલી છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 326ના સુધારા સાથે રૂ. 71,343ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. તેમ છતાં વિશ્વ બજાર પાછળ ભાવ 10 ગ્રામદીઠ રૂ. 28ના સાધારણ સુધારા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 58,962 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 58,199ના મથાળે રહ્યા હતા. આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વ આગામી 19-20 સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદર અંગે નિર્ણય લેશે. જોકે, તાજેતરમાં ક્રૂડતેલનાં ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં સપ્ટેમ્બર મહિનાના ફુગાવામાં વધારો થવાથી ઑક્ટોબર-નવેમ્બરની બેઠકમાં ફેડરલ વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી અને લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 1926.60 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 1949.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ એક ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 23.14 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker