વિશ્વના શેરબજારમાં હાહાકાર; મસ્ક, અંબાણી, અદાણી સહીત આ અબજોપતિઓની સંપતિમાં મોટું ધોવાણ

મુંબઈ: ગઈ કાલે યુએસ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેની અસર વિશ્વના અન્ય શેર માર્કેટ્સ પર પણ પડી (Global Share Market Crash) રહી છે, આજે ભારત સહીત એશિયાના મોટાભાગના શેર માર્કેટ્સ ઘટાડા સાથે ખુલ્યા હતાં. જેને કારણે વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં પણ ઘટાડો (Billionaires Wealth) નોંધાયો છે. સૌથી મોટું નુકશાન દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ એલોન મસ્કને થયું છે.
મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મસ્કની સંપત્તિમાં $29 બિલિયનનો ઘટાડો થયો છે. આ ઉપરાંત માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસથી માંડીને ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપતિ પણ ઘટી છે.
322 અબજોપતિઓને નુકશાન:
અહેવાલ મુજબ બ્લૂમબર્ગની ટોપના 500 અબજોપતિઓની યાદીમાંથી 322 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. અંદાજ મુજબ, વિશ્વના 322 અબજોપતિઓ મળીને કુલ નુકસાન $250 થી $300 અબજની વચ્ચે હોઈ શકે છે. જયારે 37 અબજોપતિ એવા છે જેમની કુલ સંપત્તિમાં એક અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. અહેવાલ મુજબ આ 37 અબજોપતિઓ મળીને 102 અબજ ડોલરનું નુકશાન થયું છે.
આ પણ વાંચો…સોનાની દાણચોરીથી સરકારી તિજોરીને કેવી રીતે થાય છે નુકસાન, જાણો આ ગણિત
અંબાણી-અદાણીને નુકશાન:
આજે ભારતના શેર બાજાર પણ મોટા ઘટાડા સાથે ખુલ્યા. ભારતના કુલ 25 અબજોપતિઓમાંથી 24 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો નોંધાયો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં એક અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં $661 મિલિયનનો ઘટાડો થયો.
ઈલોન મસ્કને મોટું નુકશાન:
ઈલોન મસ્કની સંપત્તિમાં $29 બિલિયનનું નુકસાન થયું છે, તેમની કુલ નેટવર્થ $301 બિલિયન રહી ગઈ છે. ચાલુ વર્ષમાં મસ્કની કુલ નેટવર્થ 132 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. ખાસ વાત એ છે કે 17 ડિસેમ્બરે ઈલોન મસ્કની કુલ સંપત્તિ $486 બિલિયન સુધી પહોંચી ગઈ. ત્યારથી, મસ્કની કુલ સંપત્તિમાં $185 બિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે, એશિયાના બે સૌથી ધનિક ઉદ્યોગપતિઓ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી મળીને પણ આટલી સંપત્તિ નથી.