વેપારશેર બજાર

ઈક્વિટી માર્કેટ ગુજરાતના નવા રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ, 50 ટકાનો ઘટાડો

ભારતીય ઈક્વિટી માર્કેટમાં તેજી-મંદી ચાલ્યા કરે છે. આ અસ્થિરતાને કારણે નવા રોકાણકારો ઘટ્યા હોવાનુ અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું.. ઘટાડો નોંધાયેલા રાજ્યોમાં ગુજરાત પણ છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેટા અનુસાર ગુજરાતમાં ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં સરેરાશ માસિક નવા રોકાણકારોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આપણ વાચો: સ્થાનિક- વૈશ્વિક ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો 98 પૈસાનો સૌથી મોટો એક દિવસીય કડાકોઃ 89ની પાર

જોકે માત્ર ગુજરાત નહીં ઘણા રાજ્યોમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વાર્ષિક દૃષ્ટિએ જોઈએ તો ગુજરાત અને રાજસ્થાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં 50 ટકા ઘટાડો નોંધાવો તે નજરે ચડે તેવો આંકડો છે.

ડેટા દર્શાવે છે કે ગયા વર્ષ કરતા ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતે ઓક્ટોબર મહિના સુધી દર મહિને 80,000 ઓછા નવા રોકાણકારો નોંધાવ્યા હતા. રાષ્ટ્રીય સ્તરે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં સરેરાશ 12.7 લાખ માસિક રોકાણકારો ઉમેરાયા હતા જેની સંખ્યા ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન માસિક 19.6 લાખ હતી. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે.

આપણ વાચો: ઈક્વિટી માર્કેટમાં રિબાઉન્ડ અને ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયો 23 પૈસા ઊંચકાયો…

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જે આઈપીઓ બહાર પડ્યા તે રોકાણકારોને રોકવા માટે નિષ્ફળ ગયા છે. બજારમાં માહોલ તેજીવાળો નથી.

આ સાથે નવા ફ્યુચર્સ અને ઓપ્શન્સ નિયમોના કારણે ઓપ્શન્સ સેગમેન્ટમાં વોલ્યુમ ઘટ્યું છે, અને આ નવા રોકાણકારોની નોંધણીમાં ઘટાડો થવાનું કારણ હોઈ શકે. જોકે ઓક્ટોબર મહિનો અકંદરે થોડો સારો રહ્યો છે. હવે નવા રોકાણકારોને આકર્ષવામાં મિડકેપ અને સ્મોલ કેપનું પ્રદર્શન મહત્વપૂર્ણ રહેશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button