શેર બજાર

આઇટી શૅરોના ધોવાણ સાથે શૅરબજારમાં સપ્તાહને અંતે પણ નિરસ હવામાન

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તેજી માટે ટ્રીગરના અભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્ર, શુક્રવારે પણ નિરસ હવામાન રહ્યું હતું. તાજેતરની તેજી પછી ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું અને બીજી તરફ લેવાલીનો ટેકો પર્યાપ્ત ના હોવાથી બજારનું માનસ મંદીમય રહ્યું હતું. બંને બેન્ચમાર્ક, જોકે, યુએસ અને યુરોપમાં વ્યાજ દરો ચરમસીમાએ હોવાથી તેમાં વધુ વૃદ્ધિની સંભાવના ના હોવાની અપેક્ષાઓ વચ્ચે સતત ચોથા સપ્તાહે સુધારો દર્શાવી રહ્યાં છે.
સત્રને અંતે સેન્સેક્સ ૪૭.૭૭ ર્પોીંટ અથવા તો ૦.૦૭ ટકાના ઘટાડા સાથે ૬૫,૯૭૦.૦૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક ૨૦૭.૫૯ પોઇન્ટની અફડાતફડી સાથે ૬૬,૧૦૧.૬૪ પોઇન્ટની ઊંચી અને ૬૫,૮૯૪.૦૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. એ જ રીતે, એનએસઇનો નિફ્ટી બેન્ચમાર્ક ૭.૩૦ પોઇન્ટ અથવા તો ૦.૦૪ ટકાના ઘસરકા સાથે ૧૯,૭૯૪.૭૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં એચસીેલ ટેકનો, વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલનો સમાવેશ ટોપ લૂઝર્સની યાદીમાં થયો હતો. જ્યારે એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને કોટ મહિન્દ્રા બેન્ક ટોપ ગેઇનર્સની યાદીમાં હતા.
સત્રની શરૂઆતથી જ આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી આઈટી ઇન્ડેક્સ ગબડ્યો હતો. અમેરિકામાંથી આવકનો નોંધપાત્ર હિસ્સો મેળવનારી આઈટી કંપનીઓના શેરમાં ૧૪મી નવેમ્બરથી છ સત્રોમાં ૬.૩૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. યુએસ ફુગાવાના નબળા ડેટાએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરી શકે છે તેવી ધારણા હતી. પરંતુ પાછલા બે સત્રોમાં ઇન્ડેક્સ લગભગ એક ટકા ઘટવા સાથે તેજી ફિક્કી પડી હોય તેવું લાગે છે. ફાર્મા ઇન્ડેક્સ, જે યુએસ ડ્રગ રેગ્યુલેટરના ચેતવણી પત્ર જાહેર થયા પછી સિપ્લાને કારણે અગાઉના સત્રમાં ૧.૫૭ ટકા ઘટ્યો હતો, જોકે પાછળથી તેમાં રિકવરી પણ જોવા મળી છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, સ્થાનિક ઇક્વિટી માટે મોમેન્ટમ યથાવત્ છે. પરંતુ નિફ્ટી બેન્ચમાર્ક વધુ કોન્સોલિડેશનની ચાલ બતાવી શકે છે, કારણ કે કેટલાક રોકાણકારો રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહ્યા હોવાથી મોટા લેણથી અળગા રહેવાનું પસંદ કરી રહ્યાં છે.
પાંચ ભારતીય રાજ્યોની ચૂંટણીઓના પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે, જે ૨૦૨૪માં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીઓમાં બજારોની ગતિ નક્કી કરી શકે છે, એમ વિશ્ર્લેેષકોએ જણાવ્યું હતું.
સત્ર દરમિયાન સિપ્લા, ડિવિઝ લેબોરેટરીઝ અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ૧.૩ ટકા અને બે ટકાની વચ્ચે વધ્યા હતા અને ટોચના નિફ્ટી ૫૦ ગેઇનર્સ સામેલ થયા હતા. વ્યક્તિગત શેરોમાં કેટરેક અને ડાયાબિટીસની દવાઓ માટે યુએસ એફડીએની મંજૂરીના સમાચારે લ્યુપિન ૨.૪ ટકા વધ્યો હતો. જ્યારે લમ્પ આયર્ન ઓરના ભાવમાં વધારો કર્યા પછી એનએમડીસી ૨.૨ ટકા વધ્યો હતો.
બજારના સાધનો અનુસાર બજારમાં નજીકના સમયગાળામાં સાંકડી વધઘટનો દોર ચાલુ રહેવાની સંભાવના છે. જોકે, બજાર આ પ્રકારની હિલચાલની અંદર મક્કમતાનું પ્રદર્શન કરી રહ્યું છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે મંદીવાળાઓના ભરપૂર પ્રયાસો છતાં આખલો મચક આપતો નથી.
માર્કેટ એનલિસ્ટ અનુસાર બજારની આવી મુવમેન્ટમાં નીચા મથાળે લેવાલીની વ્યૂહરચના લાભદાયી નિવડવા અપેક્ષા છે. બજાર બ્રેકઆઉટ માટે ટ્રિગર્સની રાહ જોઈ રહ્યું છે, જે રાજ્યની ચૂંટણીના પરિણામો સાથે આવી શકે છે.
જો રાજ્યના ચૂંટણી પરિણામો ૨૦૨૪માં સામાન્ય ચૂંટણીઓ પછી રાજકીય સ્થિરતાની પુષ્ટિ કરે છે, તો ચૂંટણી પૂર્વેની રેલી શરૂ થવાની
સંભાવના છે.
૧૦-વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ ૪.૪૦ ટકા આસપાસ રહેવા સાથે વિદેશી ફંડોનું વેચાણનું ઘટતું વોલ્યુમ બજાર માટે સારી નિશાની છે. અગ્રણી બેન્કિંગ શેરોમાં સતત વેચવાલી અને આરબીઆઈની તાજેતરની કાર્યવાહી અંતર્ગત અસુરક્ષિત લોનના રિસ્ક વેઇટેજમાં કરવામાં આવેલો વધારો લોંગ ટર્મના રોકાણકારો માટે સારી ખરીદી સાબિત થઈ શકે છે.
એશિયાઇ બજારોમાં ટોકિયો શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગ એક્સચેન્જમાં પીછેહઠ જોવા મળી હતી. મોટાભાગના યુરોપિયન માર્કેટ ખૂલતા બજારમાં પોઝિટીવ ટેરીટરીમાં રહ્યાં હતાં. અમેરિકાના બજારો થેન્કસ ગીવીંગ હોલિડે ને કારણે બંધ હતા.
દરમિયાન સેન્સેક્સમાં એક્સિસ બેન્ક ૦.૯૧ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૮૧ ટકા, એચડીએફસી બેન્ક ૦.૬૮ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૬ ટકા અને એનટીપીસી ૦.૪૭ ટકા વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક ૧.૫૫ ટકા, વિપ્રો ૧.૫૪ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૧.૪૬ ટકા, નેસ્ટલે ઈન્ડિયા ૧.૦૪ ટકા અને ટેક મહિન્દ્રા ૦.૯૯ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૫ાંચ કંપનીઓમાંથી ૫ાંચ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button