ટોપ ન્યૂઝશેર બજાર

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે Donald Trump 20 જાન્યુઆરીએ શપથ લેશે, જાણો શેરબજાર પર શું અસર થશે

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) 20 જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરશે. ત્યારે સમગ્ર વિશ્વની નજર તેમના શપથ ગ્રહણ બાદ આર્થિક નીતિઓની જાહેરાત પર ટકી છે. જેમાં ટ્રમ્પની રેસીપ્રોકલ ટેકસની જાહેરાતથી સમગ્ર વિશ્વ સાથે વેપારની શરતોમાં પણ બદલાવ આવશે. તેમજ ડોનાલ્ડ ટ્રંપે સંકેત પણ આપ્યા હતા કે ભારત પર પણ તે જેટલો ટેકસ વસૂલે છે એટલઓ જ ટેક્સ લાદશે. જેના પગલે હવે ભારતીય શેરબજાર પણ તેની અસર થવાની શક્યતા જોવામાં આવી રહી છે.  

અનેક કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થશે

આ ઉપરાંત આગામી અઠવાડિયે એચડીએફ અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત અનેક કંપનીઓના ત્રિમાસિક પરિણામો જાહેર થવાના છે. જ્યારે હાલમાં બજારમાંથી એફઆઇઆઇ અને ડાયરેક્ટ ઇન્સ્ટીટ્યુશનલ રોકાણકારો પીછેહઠ કરી રહ્યા છે. જયારે 1 ફેબ્રુઆરી કેન્દ્રીય બજેટ પણ રજૂ થવાનું છે. તેમજ આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પણ મહત્વપૂર્ણ રહેશે. જેના પગલે ભારતીય શેરબજારમાં આગામી સપ્તાહમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.

Also read: US Elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યો છેડતીનો આરોપ, મૉડલે કહ્યું- મને પકડીને…..

પ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં 759.58 પોઈન્ટનો ઘટાડો

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી નીતિગત જાહેરાતો વૈશ્વિક સ્તરે બજારના સેન્ટિમેન્ટ પર નોંધપાત્ર અસર કરશે. ભારતીય શેરબજારના ગત અઠવાડિયાના આંકડા પર નજર કરીએ તો સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં 759.58 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટીમાં 228.3 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button