મૂડીબજારમાંથી આ સપ્તાહે પચ્ચીસ કંપની રૂ. ૬,૩૦૦ કરોડ એકત્ર કરશે | મુંબઈ સમાચાર
શેર બજાર

મૂડીબજારમાંથી આ સપ્તાહે પચ્ચીસ કંપની રૂ. ૬,૩૦૦ કરોડ એકત્ર કરશે

નિલેશ વાઘેલા

મુંબઇ:
આઇપીઓ બજાર તેના સૌથી વ્યસ્ત અઠવાડિયામાંના એક માટે તૈયાર છે, જેમાં લગભગ ૨૫ મેઈનબોર્ડ અને એસએમઇ ઇશ્યૂ શેરીમાં આવી રહ્યા છે. આ ઓફરો મળીને કુલ રૂ. ૬,૩૦૦ કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં બ્રોકિંગ અને રિસાઇક્લિગંથી લઈને ઇલેક્ટ્રિકલ્સ અને ડિજિટલ સેવાઓ સુધીના ક્ષેત્રોમાં મોટા નામોનો સમાવેશ થશે.
આગામી પખવાડિયામાં આવનારા આઇપીઓમાં એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, ગણેશ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, શેષાસાઈ ટેક્નોલોજીસ લિમિટેડ, સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ, એપેક પ્રીફેબ ટેક્નોલોજીસ લિમિટેડ, જૈન રિસોર્સ રિસાયક્લિંગ લિમિટેડ, જિંકુશાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સોલ્વેક્સ એડિબલ્સ લિમિટેડ, પ્રાઇમ કેબલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઇકોલાઇન એક્ઝિમ લિમિટેડ, એપ્ટસ ફાર્મા લિમિટેડ, મેટ્રિક્સ જીઓ સોલ્યુશન્સ લિમિટેડ, ભારતરોહન એરબોર્ન ઇનોવેશન્સ લિમિટેડનો સમાવેશ છે.

આ ઉપરાંત એનએસઇ બીપીઓ સોલ્યુશન્સ લિમિટેડ, ટ્રુ કલર્સ લિમિટેડ, જસ્ટો રીઅલફિનટેક લિમિટેડ, ગુરુનાનક એગ્રીકલ્ચર ઇન્ડિયા લિમિટેડ, સિસ્ટમેટિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પ્રરુહ ટેક્નોલોજીસ લિમિટેડ, રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ, ટેલ્જ પ્રોજેક્ટ્સ લિમિટેડ, ચેટરબોક્સ ટેક્નોલોજીસ લિમિટેડ, ભાવિક એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ, ડીએસએમ ફ્રેશ ફૂડ્સ લિમિટેડ પણ મૂડીબજારમાં આવી રહી છે.

આ પણ વાંચો : સેબીએ કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા

હાલમાં ખુલ્લા આઇપીઓમાં આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડ, જીકે એનર્જી, સાત્વીક ગ્રીન એનર્જી, જેડી કેબલ્સ અને સિદ્ધી કોટસ્પીનનો સમાવેશ છે. જ્યારે હાલમાં જ બંધ થયેલા આઇપીઓમાં યુરો પ્રતિક, સંપટ એલ્યુમિનિયમ, ટેકડી સાઇબર સિક્યુરિટીઝ અને વીએમએસ ટીએમટીનો સમાવેશ છે.

પ્રાઇમરી માર્કેટમાં સાત્વિક ગ્રીન એનર્જી અને જીકે એનર્જીએ ગુરુવારે ૧૯મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કર્યો છે. એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ અને ગણેશ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સનો આઇપીઓે ૨૨ સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આનંદ રાઠી, જારો ઇન્સ્ટિટ્યૂટ અને શેષાસાઇ ટેક્નોલોજીસનાો આઇપીઓ ૨૩ સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ ૨૫ સપ્ટેમ્બરે ખૂલશે.

આ પણ વાંચો : શેરબજારમાં ૧૪ આઇપીઓ આવશે, ૧૨ નવા શેરનું લિસ્ટિંગ થશે

જૈન રિસોર્સ રિસાયક્લિંગ લિમિટેડનો પબ્લિક ઇશ્યૂ ૨૪ સપ્ટેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૬ સપ્ટેમ્બરના રોજ બંધ થશે. ઇપેક પ્રીફેબ ટેક્નોલોજીસ લિમિટેડના આઇપીઓ ૨૪ સપ્ટેમ્બરે ખૂલશે અને ૨૬ સપ્ટેમ્બરે બંધ થશે.
સપ્તાહ દરમિયાન મેઇન બોર્ડમાં અર્બન કંપનીનો આઇપીઓ બુધવારે ૫૮ ટકાના જોરદાર પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો, જ્યારે શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્રનો શેર ૧૪ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. ગુરુવારે એરફ્લોઆ રેલ ટેકનોલોજીના શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર ૯૦ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા. શિવાયલયા ક્ધસ્ટ્રકશને ડીઆરએચપી જમા કરાવ્યું છે. ગ્લાસ વોલ સિસ્ટમ્સે ડીઆરએચપી જમા કરાવ્યું છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button