શેરબજારમાં તેજીનો ટોન: નિફ્ટીની ૨૦,૦૦૦ તરફ કૂચ
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ધારણા અનુસાર જ તેજીનો ટોન જોવા મળ્યો છે અને મુંબઇ સમાચારમાં આજે ફોરકાસ્ટ કોલમમાં કરવામાં આવેલી આગાહી અનુસાર જ નિફ્ટી ૨૦,૦૦૦ તરફ આગળ વધી રહ્યો છે.
Nifty એ ૧૯,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી લીધી છે અને તેની ૧૯, ૯૯૧ પોઇન્ટની all time high સપાટી તરફ વધી રહ્યો છે. આ સપ્તાહે નિફ્ટી ૨૦,૦૦૦ પાર કરી નવી ઊંચી સપાટી હાંસલ કરશે એવી આગાહી આપણે કરી ચૂક્યા છીએ, પણ આજે નિફ્ટીની ચાલ એવી લાગે છે કે જાણે આજે જ તે નવું શિખર રચશે.
આ તબક્કે સેન્સેકસ પણ ૨૦૦ પોઇન્ટ ઊંચી સપાટીએ ખુલ્યો હતો અને આગળ વધી રહ્યો છે.આ સપ્તાહે સ્થાનિક ધોરણે સી પી આઈ, ડબલ્યુ પી આઇ, આઈ આઈ પી, અમેરિકાના ફુગાવાના ડેટા સહિતના પરિબળો માર્કેટ ને સહેજ અસ્થિર બનાવી શકે છે.
નિષ્ણાતોની સલાહ છે કે જો profit booking અથવા અન્ય કારણસર સહેજ નરમાઇ આવે તો તેમાં સારા બ્લુ ચિપ શેર પર ધ્યાન આપી શકાય. વધુ વિગતો અને જાણકારી માટે મુંબઇ સમાચારના લેખમાંથી માહિતી મળી શકે છે.