બજેટ શૅરબજારને ઉલ્લાસિત કરવામાં નિષ્ફળ: સેન્સેક્સ, નિફ્ટી બંને નેગેટિવ ઝોનમાં સરક્યા, બૅન્ક શેરોમાં ચમકારો
મુંબઈ: સરકારના તદ્દન કશ વિહોણા અને નિરસ અંદાજપત્રની રજૂઆતથી નિરાશ થયેલા રોકાણકારોએ ખાસ કરીને કેપિટલ ગૂડસ, મેટલ અને રિઅલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ કય્રું હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં સરકી ગયાં હતાં. અમેરિકાની ફેડરલ બેન્કે વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવાનું ટાળવા સાથે તેના અમલનો સમય પણ પાછળ ઠેલવાના સંકેત આપ્યા હોવાથી પણ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોઈ મોટી જાહેરાતો વિનાનું અપેક્ષિત વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી શેરબજારમાં સહેજ અફડાતફડી જોવા મળી હતી, પરંતુ ખાસ કરીને કરવેરામાં કોઇ ફેરફાર ના હોવા સાથે અન્ય કોઇ મોટી જાહેરાત પણ ના હોવાથી શેરબજારમાં પણ કોઇ સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળ્યો નહોતો. સત્રને અંતે સેન્સેક્સ ૧૦૬.૮૧ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા ઘટીને ૭૧,૬૪૫.૩૦ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૮.૨૦ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા ઘટીને ૨૧,૬૯૭.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સ દિવસ દરમિયાન ૭૨,૧૫૧.૦૨ પોઇન્ટ અને ૭૧,૫૭૪.૮૯ પોઇન્ટની વચ્ચે અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૨૧,૮૩૨.૯૫ પોઇન્ટ અને ૨૧,૬૫૮.૭૫ પોઇન્ટની વચ્ચે અથડાયો હતો. સકારાત્મક શરૂઆત પછી, બજાર પ્રારંભિક કામકાજના કલાકોમાં પોઝિટીવ અને નેગેટીવ ઝોન વચ્ચે અથડાતું રહ્યું હતું અને બજેટની રજૂઆત અગાઉ બજાર દિવસના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. જોકે, કોઈ મોટી જાહેરાતો ન હોવાને કારણે, બેન્ચમાર્કે નોંધાવેલો તમામ સુધારો ધોવાઇ ગયો હતો અને દિવસના નીચા સ્તરની નજીક બંધ થતાં પહેલાં બજારમાં નકારાત્મક પૂર્વગ્રહ સાથે ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. નિફ્ટીના શેરોમાં મારૂતિ સુઝુકી, સિપ્લા, આઈશર મોટર્સ, એસબીઆઈ, લાઈફ ઈન્સ્યોરન્સ અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ રહ્યો હતો, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી, ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો ટોપ લુઝર્સમાં સમાવેશ હતો. ક્ધઝ્યુમર સેન્ટ્રીક સોલ્યુશન્સ પ્રોવાઇડર રોક્સ હાઇ-ટેકએ, એસએપી ડિપ્લોયમેન્ટ્સ અને ઓપરેશન્સ માટે એઆઇ-સંચાલિત ઇન્ટેલિજેન્ટ ઓટોમેશન સોલ્યુશન્સ પૂરા પાડવા બ્લુપ્રિઝમ સાથે જોડાણ કર્યું છે. આ ભાગીદારી રોક્સના એએસપી અનુભવ અને અ૨ેઆઇ ટેલેન્ટ પૂલને બ્લુપ્રિઝમની એઆઇ અને ઓટોમેશન ટેક્નોલોજી સાથે એકીકૃત કરીને એક અપૂર્વ કો-ઇનોવેશન માર્કેટ રિલેશન તૈયાર કરશે.