ટોપ ન્યૂઝશેર બજાર

Black Friday-2: શેરબજારમાં 30 વર્ષનો ‘રેકોર્ડ’ તૂટ્યો, ‘અફડાતફડી’ને લઈને રોકાણકારો દ્વિધામાં…

મુંબઈઃ વૈશ્વિક સ્તરે બુલિયન માર્કેટમાં એકતરફી તેજી, અમેરિકાની ટેરિફ-થ્રેટ અને વૈશ્વિક રોકાણકારોની ચીન અને યુરોપિયન માર્કેટમાં વધતા રોકાણ સહિત સ્થાનિક સ્તરે એક કરતા અનેક પરિબળોને કારણે એંકદરે સ્ટોકમાર્કેટમાં તબક્કાવાર ઘટાડો નોંધાયો છે, જેમાં આજે 1,414 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. છેલ્લા પાંચ મહિનામાં સેન્સેક્સ 11.54 ટકા તૂટ્યો છે, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ પણ 12.65 ટકા ગબડ્યો છે. આજના રેકોર્ડ બ્રેક ધબડકાને કારણે મુંબઈ શેરબજારના બેન્ચમાર્કે 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રોકાણકારોમાં પણ હવે ડરનો માહોલ ઊભો થયો છે કે હવે પછી શું કરવું. આગામી દિવસોમા માર્કેટની પરિસ્થિતિ અંગે પણ ચિંતા સેવી રહ્યા છે.

Also read : અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ

1996 પછી પહેલી વખત પાંમમા મહિને ધબડકો

દર મહિને નિફ્ટી ઈન્ડેક્સમાં ગાબડું નોંધાયું છે, તેમાંય વળી ઓક્ટોબર, 2024 પછી સતત ધોવાણ થયું હતું. પાંચ મહિનામાં 12 ટકાનું ગાબડું પડ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 1996 પછી આ પહેલી વખત માર્કેટમાં સતત પાંચમા મહિને ધબડકો નોંધાયો છે. આ અગાઉ 1996 જુલાઈથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે માર્કેટમાં પાંચ મહિના સુધી ધોવાણ થયું હતું, ત્યારે નિફ્ટી (50 ઈન્ડેક્સ) 26 ટકા તૂટ્યો હતો.

સપ્ટેમ્બર 2024થી 25 લાખ કરોડ રુપિયા ઘટી ગયું

છેલ્લા પાંચ મહિના દરમિયાન સ્ટોકમાર્કેટમાં ધોવાણને કારણે બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશનમાં જંગી ધોવાણ થયું છે. માર્કેટનું કુલ રોકાણ પણ જોરદાર ઘટ્યું છે. બીએસઈ સેન્સેક્સની કંપનીમાં કુલ માર્કેટ કેપિટાલાઈઝેશન 26 સપ્ટેમ્બર, 2024થી લગભગ 25 લાખ કરોડ રુપિયા ઘટી ગયું છે, જ્યારે ઈન્ડેક્સનું માર્કેટ કેપ વિક્રમી સપાટી એટલે લગભગ 171 લાખ કરોડ રુપિયાના ઐતિહાસિક મથાળે પહોંચ્યું હતું.

Also read : Stock Market:વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી મુદ્દે નાણા મંત્રીએ આપ્યું આ મોટું નિવેદન

મિડકેપ 20 ટકા અને સ્મોલકેપ 22 ટકાથી વધુ તૂટ્યાં

બીજી બાજુ માર્કેટનું ઓવરઓલ બીએસઈ લિસ્ટેડ ફર્મનું કુલ માર્કેટ વેલ્યુએશન લગભગ 92 લાખ કરોડ રુપિયા ઘટી ગયું છે. છેલ્લા પાંચ મહિના દરમિયાન સેન્સેક્સ 11.54 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી સૂચકાંકમાં 12.65 ટકા તૂટ્યો છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સની વાત કરીએ તો 20થી વધુ તૂટ્યો છે, જ્યારે બીએસઈ સ્મોલકેપમાં 22.78 ટકા તૂટ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button