Stock Market: શેરબજારની અફડાતફડીમાં બિગ બુલોના પણ કરોડો રૂપિયા ધોવાયા, જાણો વિગતે
![Stock market consolidation likely to hold bullish hand amid speed breakers](/wp-content/uploads/2024/12/Share-Market-1.webp)
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)નવેમ્બર 2024 થી શરૂ થયેલ ઘટાડો સતત હાવી રહ્યો છે. જેમાં છેલ્લા બે દિવસમાં શેરબજારમાં ભારે અફડાતફડીનો માહોલ છે. જેમાં સેન્સેક્સ 76000 ની નીચે અને નિફ્ટી 23000 પોઈન્ટની નીચે ટ્રેડ પહોંચ્યો છે. જેમાં વર્ષે 2025માં અત્યાર સુધીમાં નિફ્ટી 2.4 ટકા ઘટ્યો છે. જ્યારે વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે વર્ષ 2025 માં અત્યાર સુધીમાં શેરબજારમાંથી લગભગ 10 બિલિયન ડોલરનું ધોવાણ થયું છે.
શેરબજારના બુલે કરોડો રૂપિયા ગુમાવ્યા
જોકે, ભારતીય શેરબજારમાં થયેલા આ ઘટાડાથી માત્ર નાના રોકાણકારોને જ નુકસાન થયું નથી. પરંતુ બજારના બિગ બુલને પણ બરબાદ કરી દીધા છે. ભારતીય શેરબજારના ટોચના 10 બુલે વર્ષ 2025માં અત્યાર સુધીમાં લગભગ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.
ઝુનઝુનવાલા પરિવારને 6,051 કરોડ રૂપિયાનું નુકસાન
એક મીડિયાના અહેવાલ મુજબ શેરબજારમાં ઘટાડામાં 10 સૌથી મોટા શેરબજારના રોકાણકારોએ પૈસા ગુમાવ્યા છે. તેમાં પહેલું નામ રાધાકિશન દામાણીનું છે. તેમણે વર્ષ 2025 માં અત્યાર સુધીમાં તેમણે આશરે 4273 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે આશિષ ધવન બીજા સ્થાને છે. તેમને 318 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્રીજા નંબરે ઝુનઝુનવાલા પરિવાર છે. આ પરિવારને 6,051 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેની બાદ આશિષ કચોલિયાનું નામ આવે છે. આશિષ કચોલિયાએ વર્ષ 2025માં અત્યાર સુધીમાં 324 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
આકાશ ભણસાલીને 932 કરોડ રૂપિયાનું નુકસાન
શેરબજારમાં ઘટાડાને કારણે મુકુલ અગ્રવાલે 884 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે આકાશ ભણસાલીને 932 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નેમિશ શાહને 462 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ પછી મધુસુદન કેળાનું નામ આવે છે જેમને 506 કરોડ રૂપિયાનું નુકસાન થયું. વિજય કેડિયા અને સુનીલ સિંઘાનિયાની વાત કરીએ તો તેમને અનુક્રમે 278 અને 515 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.
આ પણ વાંચો : શેરબજારમાં આજે પણ ઉથલપાથલ; SENSEX અને NIFTY આટલા તૂટ્યા; આ શેરોમાં મોટું ધોવાણ
નિફ્ટીના શેરમાં પણ મોટો ઘટાડો
જો આપણે છેલ્લા એક મહિનાના ડેટાની વાત કરીએ તો જેમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં આ નિફ્ટી સ્ટોકમાં 20.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ બીજા સ્થાને છે. આ શેરમાં 14.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. એચસીએલ ટેકનોલોજી લિમિટેડ ત્રીજા સ્થાને છે. આમાં 14.1 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી ટાટા મોટર્સનું નામ આવે છે. આ શેરમાં 12.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.