શેર બજાર

શોર્ટ કવરિંગને આધારે વિક્રમી તેજીની દોડ બાદ અફડાતફડીમાં અટવાઇને બેન્ચમાર્ક પ્રોફિટ બુકિંગને કારણે લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શોર્ટ કવરિંગને આધારે પાછલા સત્રમાં તોતિંગ ઉછાળા સાથે નવી ઓલટાઇમ સપાટીએ પહોંચેલો સેન્સેકસ આ સત્રમાં પ્રોફિટ બુકિંગને કારણે નેગેટિવ ઝોનમાં લપસ્યો હતો. નોંધવું રહ્યું કે પાછલા સત્રમાં સેન્સેક્સમાં ૧૪૪૦ પોઇન્ટનો જોરદાર ઉછાળો આવ્યો હતો અને ઇન્ટ્રા-ડે તે ઇતિહાસમાં પહેલી વખત ૮૩,૦૦૦ને સ્પર્શ્યો હતો.

અફડાતફડીમાં અટવાયેલો ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૭૧.૭૭ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા ઘટીને ૮૨,૮૯૦.૯૪ પર બંધ થયો. દિવસ દરમિયાન, તે ૩૦૯.૪૯ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા ઘટીને ૮૨,૬૫૩.૨૨ સુધી ગબડ્યો હતો. એ જ રીતે, એનએસઇ નિફ્ટી ૩૨.૪૦ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા ઘટીને ૨૫,૩૫૬.૫૦ના સ્તરે સ્થિર થયો હતો.

એશિયન બજારોમાં, ટોકિયો અને શાંઘાઈ નીચા મથાળે સ્થિર થયા હતા, જ્યારે સિઓલ અને હોંગકોંગ પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યાં હતાં.મધ્યસત્રના સોદામાં યુરોપીયન બજારો ઊંચા વેપાર કરી રહ્યા હતા. ગુરુવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા હતા.

બજારના સાધનો અનુસાર સ્થાનિક સીપીઆઇ ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંક બેન્ડમાં હોવા છતાં, ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો સેન્ટ્રલ બૅન્કને વ્યાજદર અંગે નિર્ણય લેવામાં સાવચેતીનો સંકેત આપે છે. સ્થાનિક બજારમાં એફઆઇઆઇની વધતી લેવાલી અને અમેરિકાના ટ્રેઝરી બોન્ડની યીલ્ડમાં ઘટાડો થવાથી ફેડરલ દ્વારા રેટ કટની સંભાવનાઓ વધી છે, જે સ્થાનિક સેન્ટિમેન્ટને મદદ કરશે.

સેન્સેક્સ પેકમાં અદાણી પોર્ટ્સ સૌથી વધુ ૧.૩૭ ટકા ગબડ્યો હતો, ત્યારબાદ આઇટીસી, ભારતી એરટેલ, એનટીપીસી, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ લુઝર્સની યાદીમાં હતા. તેનાથી વિપરીત, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક અને ટેક મહિન્દ્રા સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં હતા.

અમેકિન ઓટો કંપની ફોર્ડ ચેન્નઇ સ્થિત ઉત્પાદન સવલતનો ઉપયોગ નિકાસ માટે કરવાની તૈયારી કરી રહી છે અને આ માટે તેણે તમિલનાડુ સરકારને જાણ કરી છે. ફ્રેઇટ અને શિપિંગ સર્વિસીસ સોલ્યુશન્સ પ્રોવાઇડર ડેક્કન ટ્રાન્સકોન લીઝિંગ લિમિટેડનું ભરણું ખૂલી ગયુ છે, જે ૧૮મીએ બંધ થશે. ફ્રેશ ઈશ્યુ ૫૫.૨૪ લાખ ઈક્વિટી શેરનો અને ઑફર ફોર સેલનો હિસ્સો પાંચ લાખ શેરનો છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૨થી રૂ. ૧૦૮નક્કી થઇ છે અને લોટ સાઇઝ ૧,૨૦૦ શેરની છે. ઇસ્પોર્ટ કંપની નજારા ટેકનોલોજી, મૂનશાઇન ટેકનોલોજીમાં રૂ. ૯૮૨ કરોડનું રોકાણ કરી રહી છે.

એનસીએલએટીએ રિલાયન્સ કેપિટલ દ્વારા પેમેન્ટની ચૂકવણીના વિલંબ બદલ વ્યાજની માગણી કરતી અરજીને ધ્યાનમાં રાખી ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગને નોટીસ ફટકારી છે. મુંબઇ શેરબજાર પાસે એન્જિનિયરિંગ, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, ટ્રાન્સમિશન સિસ્ટમ્સ સહિતના ટર્નકી સોલ્યુશન્સમાં વિશેષતા ધરાવતી સોલારિયમ ગ્રીન એનર્જીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ ફાઇલ કર્યું છે. ભરણાંનો ઉદ્દેશ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવાનો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને માટે છે.

સત્તાવાર રીતે ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધીને ૩.૬૫ ટકા થયો હતો, જોકે શાકભાજી અને કઠોળના ભાવમાં બે આંકડામાં વધારો જોવા મળ્યો હતો. ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત રીટેલ ફુગાવો, જોકે, સતત બીજા મહિને રિઝર્વ બેન્કના ચાર ટકાના સરેરાશ લક્ષ્યાંકથી નીચે રહ્યો હતો. જુલાઈમાં તે ૩.૬ ટકાના પાંચ વર્ષની નીચી સપાટીએ હતો. ઓગસ્ટ ૨૦૨૩માં હેડલાઇન ફુગાવો ૬.૮૩ ટકા હતો.

પાછલા સત્રમાં ગુરુવારે છેલ્લા કલાકોમાં નીકળેલી તેજીએ સેન્સેક્સને પહેલી જ વખત ૮૩,૦૦૦ના સ્તરે પહોંચાડી દીધો હતો. બેરોમીટર ૧,૫૯૩.૦૩ પોઈન્ટ અથવા ૧.૯૫ ટકા વધીને ૮૩,૧૧૬.૧૯ ના જીવનકાળની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યું હતું. ઈન્ડેક્સ ૧,૪૩૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૭૭ ટકા વધીને ૮૨,૯૬૨.૭૧ની વિક્રમી સપાટીએ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૪૭૦.૪૫ પોઈન્ટ અથવા ૧.૮૯ ટકા વધીને ૨૫,૩૮૮.૯૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક તેની ૨૫,૪૩૩.૩૫ પોઇન્ટની તેની તાજી ઓલટાઇમ ઇન્ટ્રાડે હાઇ સપાટી પર પહોંચ્યો હતો.

એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૭,૬૯૫ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૦૩ ટકા વધીને ૭૨.૭૧ પ્રતિ બેરલ પર બોલાયું હતું.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને આગામી સપ્તાહની પોલિસી મીટિંગમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની અપેક્ષાએ ભારે આશાવાદને વેગ આપ્યો હતો. જો કે યુએસ સીપીઆઈ ડેટા આક્રમક રેટ કટ માટે પ્રેરક બની શકે એવા નથી પરંતુ, તાજેતરના આર્થિક રીડિંગ્સ દર્શાવે છે કે અર્થતંત્ર આગળ જતાં પડકારોનો સામનો કરી શકે છે અને તેથી ફેડરલ રીજર્વ રેટ કટ માટે આગળ વધી શકે છે.

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડના રિસર્ચ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું હતું કે, સ્થાનિક બજારોમાં અતિશય ઊંચા મૂલ્યાંકનની ચિંતા છતાં રીટેલ મનીનો પ્રવાહ ચાલુ રહ્યો હોવાથી એવું જણાઇ રહ્યું છે કે, રોકાણકારો ધીમી ગતિમાં સપડાઇ ગયેલી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં ભારતના સ્થિતિસ્થાપક અર્થતંત્ર વિશે ઉત્સાહિત છે.

ટેકનિકલી રીતે, નિફ્ટી ૨૫૨૦૦ની ઉપર બંધ થવો એ સારો સંકેત છે અને આગામી પ્રતિકાર ૨૫૫૮૦ની ઉપર છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે એવી ભારે સંભાવના છે.

ફોર્ડ નિકાસ માટે ચેન્નઇ પ્લાન્ટ વાપરશે
મુંબઇ: અમેકિન ઓટો કંપની ફોર્ડ એ જાણ કરી હતી કે તે ચેન્નઇ સ્થિત ઉત્પાદન સવલતનો ઉપયોગ નિકાસ માટે વાહનો તૈયાર કરવા માટે ઉપગોયમાં લેવાની તૈયારી કરી રહી છે અને આ માટે તેણે તમિલનાડુ સરકારને જાણ કરી છે. આ કંપનીએ ૨૦૨૧માં એવી જાહેરાત કરી હતી કે તે ભારતમાં વાહનોનું ઉત્પાદન કરવાનું બંધ કરશે.

એજીએલનું ૬૦ એસકેયુ સાથે પ્રોડ્કટ વિસ્તરણ
મુંબઇ: પ્રોડક્ટ વિસ્તરણ હેઠળ લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાંની એક એવી એજીએલએ કિચન અને બાથવેર પ્રોડક્ટ્સની નવી રેન્જ અંતર્ગત ૬૦ નવા ઉત્પાદનો ઉમેર્યા છે. નવી પ્રોડક્ટ લાઇનમાં કિચન સિંક, રાઉન્ડ બેઝિન, વન-પીસ વોટર કબાટો અને શાવર હેડ્સની પ્રીમિયમ રેન્જનો સમાવેશ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…