શેર બજાર

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલ્યો, જાણો કંપની, લોટ સાઈઝ અને પ્રાઇઝ બેન્ડ અંગે

મુંબઇ : બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો રૂપિયા 2,150.00 કરોડનો આઇપીઓ સબ્સ્ક્રિપ્શન આજે ખૂલ્યો છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે 23.89 કરોડ શેરનો નવો ઇશ્યૂ છે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓ માટે બિડિંગનો છેલ્લો દિવસ 23 મે રહેશે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના આઈપીઓ માટે શેરની ફાળવણી 26 મેના રોજ કરવામાં આવશે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે અને તેની લિસ્ટિંગ તારીખ 28 મે નક્કી કરવામાં આવી છે.

કિંમત બેન્ડ અને લોટ સાઈઝ

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓનો પ્રાઇસ બેન્ડ 85 થી 90 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 166 છે. રિટેલ રોકાણકારો ઓછામાં ઓછું રોકાણ 14,410 રૂપિયા છે. પરંતુ રોકાણકારોને ઓવરસબ્સ્ક્રિપ્શનની પરિસ્થિતિ ટાળવા માટે કટઓફ કિંમત જે લગભગ 14,490 છે તે ભરવા સૂચન કરવામાં આવ્યું છે.

નાના બિન-સંસ્થાકીય રોકાણકારો માટે લોટ સાઈઝ

નાના બિન-સંસ્થાકીય રોકાણકારો (SNIIs) માટે લઘુત્તમ લોટ સાઈઝ રોકાણ 14 લોટ (2324 શેર) છે. જેની કિંમત રૂપિયા 2,09,160 છે. તેમજ મોટા બિન-સંસ્થાકીય ખરીદદારો (BNIIs) માટે તે 67 લોટ (11,112શેર) છે. જેની કિંમત રૂપિયા 10,00,980 છે.

આપણ વાંચો:  ભારત વિરોધી પ્રચાર કરવા 50 વેબસાઈટ હેક કરી! એટીએસે નડિયાદના બે વ્યક્તિની ધરપકડ કરી

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિશે

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1988 માં સ્થાપિત બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુખ્યત્વે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર પેસેન્જર અને કોમર્શિયલ વાહનો માટે ઓટોમોટિવ શીટ મેટલ અને કાસ્ટિંગ પાર્ટસ, પોલિમર ઘટકો, સસ્પેન્શન અને મિરર સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે.

એન્જિનિયરિંગ સોલ્યુશન્સની વિવિધ શ્રેણી પ્રદાન કરે છે

આ કંપની ભારતમાં એક ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે જે સલામતીના મહત્વપૂર્ણ સિસ્ટમ્સની વિવિધ શ્રેણી ઓફર કરે છે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, કોમર્શિયલ વાહનો અને કૃષિ વાહનો માટે સેફટી સિસ્ટમ્સ અને અન્ય એન્જિનિયરિંગ સોલ્યુશન્સની વિવિધ શ્રેણી પ્રદાન કરે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં મેટલ ચેસિસ સિસ્ટમ્સ, પોલિમર ઘટકો, સસ્પેન્શન સિસ્ટમ્સ, બોડી-ઇન-વ્હાઇટ ઘટકો અને એક્ઝોસ્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button