નેશનલશેર બજાર

કેન્દ્ર સરકારે ભંગાર વેચીને અધધધ.. કમાણી કરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પોતાની આવક વધારવા માટે સતત વિવિધ પ્રકારના અભિયાન ચલાવી રહી છે. આપણે જેમ ઘરમાંથી રદ્દી, પસ્તી, ભંગારનો સામાન કાઢી નાખીને સફાઇ અભિયાન ચલાવીએ છીએ તેમ ભારત સરકારે પણ પોતાનું સફાઇ અભિયાન ચલાવ્યું છે, જેમાંથી સરકારે આવક પણ મેળવી છે.

કેન્દ્ર સરકાર પોતાની આવક વધારવા માટે સતત વિવિધ પ્રકારના અભિયાન ચલાવી રહી છે અને એમાંનુ એક છે સ્વચ્છતા અભિયાન. કેન્દ્ર સરકારે તાજેતરમાં નકામી ફાઈલો, ક્ષતિગ્રસ્ત સાધનો અને સરકારી કચેરીઓના નકામા વાહનોના ભંગારને વેચીને 600 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડો માત્ર ઓગસ્ટ સુધીનો છે અને ઓક્ટોબર મહિના સુધીમાં તે રૂ. 1000 કરોડ સુધી પહોંચવાની આશા છે.


આપની જાણ ખાતર કે કેન્દ્ર સરકારને ભંગાર વેચીને જેટલી રકમ (600 કરોડ રૂપિયા) મળી છે તેટલી જ રકમ ચંદ્રયાન-3 મિશન પર ખર્ચવામાં આવી હતી.

હવે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી તેનું વિશેષ અભિયાન 3.0 ચલાવશે, જેમાં સ્વચ્છતા અને વહીવટમાં પેન્ડિંગ કેસ ઘટાડવા પર વધુ ધ્યાન આપવામાં આવશે. એક ટોચના સરકારી અધિકારીએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ચલાવવામાં આવેલી સમાન ઝુંબેશમાં રૂ. 371 કરોડની કમાણી થઈ હતી, જ્યારે આ વખતે ત્રીજા તબક્કામાં આવકનો લક્ષ્યાંક રૂ. 400 કરોડની આસપાસ છે. સરકારે ઓક્ટોબર 2021માં આવી પ્રથમ કવાયતથી 62 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


સરકારના આ સ્વચ્છતા અભિયાનથી સરકારી કચેરીઓમાં કોરિડોર સ્વચ્છ બન્યા છે, ફાઈલોથી ભરેલા સ્ટીલના છાજલીઓ સાફ થઈ ગઇ છે અને નકામા નિષ્ક્રિય પડી રહેલા કટાઇ ગયેલા ભંગાર વાહનોની હરાજી થઈ છે. લગભગ બે વર્ષ પહેલા ઝુંબેશ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 31 લાખ સરકારી ફાઈલો દૂર કરવામાં આવી છે. આ સ્વચ્છતા અભિયાનમાં સરકારે દર મહિને આશરે 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી