યુટિલિટીઝ અને પાવર સિવાયના બધા સેક્ટરલ ઇન્ડેક્સ ગબડ્યા
મુંબઇ: એકંદર નિરસ હવામાન વચ્ચે સ્થાનિક શેરબજાર ખાતે યુટિલિટીઝ અને પાવર સિવાયના બધા સેક્ટરલ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા. સેન્સેક્સની સાત કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ.૩૨૦.૫૧ લાખ કરોડ રહ્યું હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૧.૧૪ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૦૭ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૩૩ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૫૧ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૯૮ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૯૨ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૯૦ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૧.૧૦ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૬૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૮૯ ઘટ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં યુટિલિટીઝ ૦.૪૮ ટકા અને પાવર ૦.૩૫ ટકા વધ્યા હતા, જ્યારે કોમોડિટીઝ ૧.૩૯ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૫૭ ટકા, એનર્જી ૦.૭૫ ટકા, એફએમસીજી ૦.૪૨ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૧.૩૯ ટકા, હેલ્થકેર ૦.૫૬ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૪૧ ટકા ગબડ્યો હતો.
જ્યારે આઈટી ઇન્ડેક્સ ૦.૪૭ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૯૫ ટકા, ઓટો ૦.૫૧ ટકા, બેન્કેક્સ ૧.૦૫ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૪૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૧ ટકા, મેટલ ૧.૨૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૬૮ ટકા, રિયલ્ટી ૧.૨૦ ટકા, ટેક ૦.૪૭ ટકા અને સર્વિસીસ ૦.૬૬ ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ રૂ. ૯૬,૪૨૧.૪૦ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૫,૫૯,૪૩૮ સોદામાં ૧૪,૩૧,૩૮૫ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. કુલ ૬૫,૪૭,૯૭૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઈન્ડેક્સ ફ્યુચર ઓપ્શનના ટ્રેડ થયેલા ૩૭૦ સોદામાં ૬૧૯ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૪૧.૫૪ કરોડનું કામકાજ થયું હતું.
ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨,૮૨,૯૮૨ સોદામાં ૭,૬૮,૬૩૬ કોન્ટ્રેક્ટ સાથે રૂ.૫૨,૧૬૫.૯૫ કરોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨,૭૬,૦૮૬ સોદામાં ૬,૬૨,૧૩૦ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૪૪,૨૫૫.૪૪ કરોડનું કામકાજ થયું હતું.