શેર બજાર

હેલ્થકેર અને ઓટો સિવાયના બધા સેક્ટરલ ઇન્ડેક્સ ગબડ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: વૈશ્ર્વિક નબળા સંકેત વચ્ચે નિફ્ટી ૧૯,૭૦૦ની નીચે ધસ્યો હતો જ્યારે સેન્સેક્સે ૬૬,૦૦૦ની સપાટી તોડી હતી. સેન્સેક્સ બુધવારે ગઈ કાલના ૬૬,૪૨૮.૦૯ના બંધથી ૫૫૧.૦૭ પોઈન્ટ્સ (૦.૮૩ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૬૬,૪૭૩.૭૪ ખૂલી, ઉપરમાં ૬૬,૪૭૫.૨૭ સુધી, નીચામાં ૬૫,૮૪૨.૧૦ સુધી જઈ અંતે ૬૫,૮૭૭.૦૨ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ચાર કંપનીઓ વધી અને ૨૬ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ.૩૨૧.૩૯ લાખ કરોડ રહ્યું હતું.


બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૭૨ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૭૪ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૮૫ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૩૨ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૭૭ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૭૨ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૭૦ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૭૫ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૮૬ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૨૬ ટકા ઘટ્યા હતા.


સેક્ટરલ ઈન્ડાયસીસમાં હેલ્થકેર ૦.૩૩ ટકા અને ઓટો ૦.૧૪ ટકા વધ્યા હતા, જ્યારે કોમોડિટીઝ ૦.૬૫ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૨૮ ટકા, એનર્જી ૦.૭૮ ટકા, એફએમસીજી ૦.૪૧ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૧.૨૦ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૪૪ ટકા, આઈટી ૦.૫૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૮૧ ટકા, યુટિલિટીઝ ૧.૦૮ ટકા, બેન્કેક્સ ૧.૧૮ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૭૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૯૫ ટકા, મેટલ ૦.૪૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૭૮ ટકા, પાવર ૧.૪૫ ટકા, રિયલ્ટી ૦.૪૬ ટકા, ટેક ૦.૩૬ ટકા અને સર્વિસીસ ૦.૭૦ ટકા ઘટ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો