શેર બજાર

બે સત્ર પછી શૅરબજાર ફરી આગળ વધ્યું, પરંતુ નિફ્ટી ૧૯,૮૦૦નું સ્તર પુન: હાંસલ કરવામાં નિષ્ફળ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટ્રેઝરી બોન્ડ યિલ્ડના ઘટાડા પછી અમેરિકાના શેરબજારોમાં જોવા મળેલા સુધારા પાછળ મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં લેવાલીનો ટેકો મળતાં બે સત્રની પીછેહઠ બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ ૬૬,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી શક્યો, પરંતુ સેન્સેક્સ ૬૬,૦૦૦ની અને નિફ્ટી ૧૯,૮૦૦ વટાવવામાં નિષ્ફળ રહ્યો હતો. રિઝર્વ બેન્કે પર્સનલ લોન માટે રિસ્ક વેઇટેજ ઘટાડયા બાદ ફાઇનાન્સ શેરો પર જોવા મળેલી નેગેટીવ અસર આજે હળવી થઇ હોવાથી પણ બજારને ટેકો મળ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૨૭૫.૬૨ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૬૫,૯૩૦.૭૭ પર સ્થિર થયો હતો
સત્ર દરમિયાન સેન્સેક્સ ૪૨૭.૨૧ પોઇન્ટ અથવા તો ૦.૬૫ ટકાના ઉછાળા સાથે ૬૬, ૦૮૨.૩૬ની સપાટીને અથડાયો હતો. એ જ રીતે, નિફ્ટી ૮૯.૪૦ પોઈન્ટ અથવા ૦.૪૫ ટકા વધીને ૧૯,૭૮૩.૪૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
અમેરિકન બોન્ડ યિલ્ડના અને ડોલર ઇન્ડેક્સના ઘટાડા પાછળે એવી અટકળોને બળ મળ્યું છે કે, ઇન્ટરેસ્ટ રેટ સાઇકલ તેની ચરમસીમાએ પહોંચી ગઇ છે. ઉપરાંત વિશ્ર્વભરના ઇક્વિટી ઇન્વેસ્ટર્સની નજર ફેડરલ રિઝર્વની તાજી મીટીંગની મિનિટ્સ પર છે. એવો આશાવાદ સેવાઇ રહ્યો છે કે, ઇન્ફ્લેશનમાં થઇ રહેલો ઘટાડો અને નબળા જોબ ડેટા જોતા ફેડરલ ડોવીશ સ્ટાન્સ લેશે. જેએસડબલ્યુ સ્ટીલ સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો. આ યાદીના અન્ય શેરોમાં ટાઇટન, ટાટા સ્ટીલ, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને એચડીએફસી બેન્કનો સમાવેશ હતો. જ્યારે ટોપ લૂઝર્સ શેરોની યાદીમાં એનટીપીસી, ટેક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, બેન્ક ઓફ ઇન્ડિયા અને લાર્સન એન્ડ ટૂબ્રોનો સમાવેશ હતો.
આ સપ્તાહે પ્રથામિક મૂડીબજારમાં નાણાં ભંડોળ એકત્ર કરવા પ્રવેશી રહેલી કંપનીઓમાં જાહેર ક્ષેત્રની કંપનીથી માંડીને એનબીએફસીનો સમાવેશ થાય છે. ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસે પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ અંતર્ગત રૂ. ૩૨૯.૯૯ કરોડ એકત્ર કર્યા છે. આ રૂ. ૧,૦૯૨.૨૬ કરોડના ભરણાંમાં પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટના કેટલાક મુખ્ય રોકાણકારોમાં એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, સ્ટાર યુનિયન દાઇ-ઇચી, યશ્ય ઇન્વેસ્ટમેન્ટ, નુવામા ક્રોસઓવર થ્રી અને નુવામા ક્રોસઓવર થ્રીએનો સમાવેશ છે. આજે ૨૧ નવેમ્બરે પ્રવેશેલી સરકારી માલિકીની ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનું ભરણું છલકાઇ ગયું છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી આગામી ચાર આઈપીઓ ટાટા ટેક્નોલોજીસ, ગંધાર ઓઈલ રિફાઈનરી ઈન્ડિયા, ફેડબેંક ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝના હશે, જેમાં બિડિંગ ૨૨ નવેમ્બરે શરૂ અને અંતિમ દિવસ ૨૪ નવેમ્બર હશે. પૂણે સ્થિત ટાટા ટેક્નોલોજી પબ્લિક ઇશ્યુ દ્વારા રૂ. ૩,૦૪૨.૫૧ કરોડ એકત્ર કરશે. ગંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા આઇપીઓ દ્વારા રૂ. ૫૦૦ કરોડનું ફંડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. એસએમઇ સેગમેન્ટમાં પણ બે ભરણાં આવી રહ્યાં છે.
સેન્સેક્સમાં જેએસડબલ્યૂ ૧.૭૬ ટકા, ટાટા સ્ટીલ ૧.૪૫ ટકા, ટાઈટન કંપની ૧.૪૪ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૨૪ ટકા અને સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૧૮ ટકા વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા ૦.૬૩ ટકા, મારુતી સુઝુકી ઈન્ડિયા ૦.૪૮ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૪૭ ટકા, એનટીપીસી ૦.૪૪ ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૦.૪૧ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૮ કંપનીઓમાંથી ૧૧ કંપનીઓને ઉપલી અને ૭ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker