શેર બજાર

આજે ફ્લેટ ઓપનિંગ બાદ શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

મુંબઈ: આજે સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 40.69 પોઈન્ટના વધારા સાથે 74,393.25 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ 5.85 પોઈન્ટના નજીવા વધારા સાથે 22,558.35 પર ખુલ્યો.

ઓપનીંગ બાદ શેબજારમાં તેજી જોવા મળી છે, સવારે 9.50 કલાકે સન્સેક્સમાં 311 પોઈન્ટના વધારા અને નિફ્ટીમાં 93 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યા હતાં.

આ પણ વાંચો…‘મહાવિતરણ’ને શેરબજારમાં લિસ્ટિંગ કરાશે: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત

આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં સન ફાર્મા, ભારત ઇલેક્ટ્રોનિક્સ, બજાજ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, જેએસડબ્લ્યુ સ્ટીલના શેરોમાં વધારો નોંધાયો હતો. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, એમ એન્ડ એમ, એલ એન્ડ ટી, બજાજ ઓટો, આઇટીસીના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button