
નિલેશ વાઘેલા
મુંબઈ: અદાણી ગ્રુપના સ્ટોક્સમાં બે ટકાથી બાર ટકા સુધીનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. બજારના સાધનો અનુસાર આ ઉછાળા પાછળ માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી જૂથને આપેલી ક્લિનચિટથી માંડીને કંપનીના સપ્ટેમ્બર ત્રિમાસિક નાણાકીય પરિણામો અને નવા પ્રોજેક્ટ સહિતના કારણો સામેલ છે.
શેરબજારની હિલચાલ સાથે અને પ્રોફેટ બુકિંગ જેવા કારણોસર શેરના ભાવમાં વધઘટ સંભવ છે, પરંતુ આ લખાઈ રહ્યું છે, ત્યારે અદાણી જૂથના શેરના ભાવમાં નીચે જણાવ્યા અનુસાર બે ટકાથી બાર ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
એકમાત્ર એસીસી લિમિટેડમાં ૦.૭૬ ટકાના વધારા સાથે ₹. ૧,૮૭૪.૯૦નો ભાવ જોવા મળ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડનો શેર ₹. ૯૭૬.૨૫ બોલાયો હતો , જે ૫.૯૮% નો ઉછાળો દર્શાવે છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ₹. ૨,૫૮૮.૦૦ (૩.૭૫%),
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ₹.૧,૧૨૬.૧૦ (૧૨.૧૪%), અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલનો શેર ₹.૧,૪૫૪.૫૦ બોલાયો હતો, જે ૨.૫૮ ટકાનો વધારો દર્શાવે છે.
જ્યારે અદાણી પાવર લિમિટેડનો શેર ૨.૮૨ ટકાનો વધારો બતાવી ₹.૧૬૬.૯૦ના સ્તરે પહોંચ્યા હતો. અદાણી ટોટલ ગેસ લિમિટેડ ૬.૩૮%ના ઉછાળા સાથે ₹. ૬૬૦.૬૫ની સપાટીએ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ ૨.૧૭% ઉછળીને ₹.૫૬૬.૯૫ની સપાટીએ પહોંચ્યો હતો.
બજારના અભ્યાસુઓ અનુસાર અદાણીના શેર આજે તેજીમાં છે કારણ કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ સામે હિન્ડનબર્ગ રિસર્ચના બે આરોપોને ફગાવી દેવાનાંનિયમનકારના નિર્ણયથી જૂથ પરનો મોટો “ઓવરહેંગ” દૂર થયો છે.
આને પરિણામે સંસ્થાકીય વિશ્વાસમાં વધ્યો થયો છે અને આ સમાચારે વ્યાપક તેજીને વેગ આપ્યો છે. અદાણી પાવર, અદાણી ટોટલગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન, વગેરે જેવા શેરો 0.2% અને 9%, (કેટલાક તો 10%થી વધુ ટકા) સુધીના ઉછાળા જોવા મળ્યા છે, કારણ કે રોકાણકારો ક્લીન-ચીટને સકારાત્મક પરિબળ તરીકે જુએ છે.



