શૅરબજારમાં કડાકાની હેટટ્રિક, સેન્સેક્સ વધુ ૪૫૬ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૨૨,૧૫૦ની નીચે સરકયો
મુંબઇ: વિશ્ર્વબજાર પાછળ સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં કડાકો નોંધાયો છે. પશ્ર્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિ વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં નબળાઈને ટ્રેક કરતા સેન્સેક્સ અને નિફ્ટી ૧૬ એપ્રિલના રોજ સતત ત્રીજા સત્રમાં નીચી સપાટીએ ગબડ્યા હતા. યુએસ ટ્રેઝરી બોન્ડની યીલ્ડ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી એકંદર ઇક્વિટી બજારોના માનસ ખરડાયા હતા. વિશ્ર્લેષકો રોકાણકારોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યાં છે. સત્રને અંતે સેન્સેક્સ ૪૫૬.૧૦ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકા ઘટીને ૭૨,૯૪૩.૬૮ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૧૨૪.૬૦ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા ઘટીને ૨૨,૧૪૭.૯૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. જોકે, બજારનો ટોન મક્ક્મ જણાયો હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨,૦૩૭ શેર વધ્યા, ૧,૨૫૫ શેર ઘટ્યા અને ૮૬ શેર પાછલી બંધ સપાટીએ પાછાં ફર્યા હતા. સેન્સેક્સના શેરોમાં ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને લાર્સન ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા. જ્યારે ટાઇટન, હિંદુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેન્ક, મારુતિ, આઇટીસી, પાવર ગ્રીડ અને રિલાયન્સનો ટોપ ગેઇનર્સમાં સમાવેશ હતો.
ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાએ ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે રૂ. ૧૮,૦૦૦ કરોડના અત્યાર સુધીના સૌથી મોટા એફપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. આ એફપીઓ ૧૮મી એપ્રિલથી ૨૨મી એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. એન્કર રોકાણકારો આ એફપીઓ માટે ૧૬મીએ બિડ કરી શકશે. વોડાફોન આઈડિયાએ તેના એફપીઓ માટે રૂ. ૧૦થી રૂ. ૧૧ વચ્ચે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે ૧૨૯૮ શેર માટે બિડ કરી શકે છે. આવી સ્થિતિમાં જો રૂ. ૧૧ની અપર પ્રાઇસ બેન્ડ મુજબ એક લોટ માટે અરજી કરનારે રૂ. ૧૪,૨૭૮નું રોકાણ કરવું પડશે. આતમ વાલ્વ્સે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૫૨.૬૨ કરોડની કુલ આવક હાંસલ કરે છે. નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ કુલ આવક રૂ. ૧૭.૨૭ કરોડ, એબિટા રૂ. ૪.૦૧ કરોડ, એબિટા માર્જિન ૨૩.૨૩ ટકા, ચોખ્ખો નફો રૂ. ૨.૬૮ કરોડ, પીએટી માર્જિન ૧૫.૫૫ ટકા અને ઇપીએસ રૂ. ૨.૩૪ નોંધાવી છે.
પેટ્રોલિયમ સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ ઉત્પાદક સવિતા ઓઈલ ટેક્નોલોજીસ એસ્ટર મોલેક્યુલનું ઉત્પાદન કરનારી પ્રથમ ભારતીય લુબ્રિક્ધટ કંપની બની હોવાને કારણે તેના શેર સર્વકાલિન ઊંચા સ્તરે પહોંચ્યા હતા. આ પ્રોડક્ટનો ઉપયોગ બાયોડિગ્રેડેબલ એપ્લીકેશનમાં તેમ જ ટુ તથા થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોમાં કૂલિંગ એજન્ટ તરીકે પણ કામ કરે છે. કંપની ૭૫ દેશમાં હાજરી ધરાવે છે. અમેરિકાના બજારો સોમવારે નેગેટડીવ ઝોનમાં ગબડ્યા બાદ એશિયાન બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અન્ે હોંંગકોંગ નીચી સપાટીએ ગબડ્યા હતા. યુરોપના બજારો પણ ખૂલતા સત્રમાં રેડ ઝોનમાં વધુ ઊંડે ધકેલાયા હોવાના અહેવાલ હતા. વિશ્ર્લેષકોેએ જણાવ્યું હતું કે, નસ્ત્રઆગળ વધીને, અમે પાછલા એક મહિનાની તેજીના રીટ્રેસમેન્ટના ભાગરૂપે, વર્તમાન ઘટાડો ૨૧૯૦૦ના આગામી મહત્ત્વની ટેકાની સપાટી તરફ લંબાવાની અપેક્ષા રાખીએ છીએ, ત્યારબાદ અર્નિંગ સિઝનમાં વેગ આવવાની સાથે શેરલક્ષી કામકાજ વચ્ચે બેઝ ફોર્મેશન આવશે. દરમિયાન, નિફ્ટીએ ૨૨,૮૦૦ પર પ્રતિકારનો સામનો કરે તેવી અપેક્ષા છે. વધતી બોન્ડની ઉપજ યુએસ ફેડરલ રિઝર્વને આ વર્ષે દર ઘટાડવાથી રોકી શકે છે. શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકાને કારણે રોકાણકારોનો વિશ્ર્વાસ હચમચી ગયો છે. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત વધુ પાછળ ટાળશે એવી આશંકા સાથે હવે ઇઝરાયલ અને ઇરાનની અથડામણ કેવો રંગ પકડશે, તેનો ભય ઊભો થયો હોવાથી અમેરિકાના શેરબજારોના કડાકા બાદ એશિયાઇ બજારોમાં પણ નોંધપાત્ર ધોવાણ જોવા મળ્યું હતું.