થોડા પૈસા બચ્યા હોય તો સાચવી રાખજોઃ એક બે નહીં 13 મોટી કંપનીના IPO આવી રહ્યા છે

મોદી સરકારે જીએસટીના દરમાં ઘટાડો કરી મધ્યમવર્ગીયોમાં થોડીઘણી બચતની આસા જગાડી છે. 22 સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે ત્યારબાદ બે-ચાર મહિનામાં ખબર પડશે કે ખરેખર મહિને આપણે કેટલા બચાવી શકીએ છીએ.
હવે કેટલા બચશે તે ખબર નથી, પરંતુ જેટલા પણ બચશે તેને ક્યાં રોકાણ કરી શકાય તે વિશે અમે થોડી હીંટ્સ આપી શકીએ છીએ. તો તમને જણાવી દઈએ કે તમારી પાસે એક ઑપ્શન શેર માર્કેટનું છે.
આપણ વાંચો: RIL AGM 2025: મુકેશ અંબાણીની જાહેરાતથી લોકો ખુશખુશાલ, જીયોનો આઈપીઓ આવશે…
મળતી માહિતી અનુસાર સેબીએ 13 નવા આઈપીઓ એટલે કે ઈનિશિયલ પબ્લિક ઑફરિંગની મંજૂરી આપી છે. લગભગ 15,000 કરોડના આ નવા 13 આઈપીઓમાં શાર્ક ટેંકમાં દેખાતા અમન ગુપ્તાની boAtની પેરેન્ટિંગ કંપનીનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગની કંપનીઓએ પોતાના DRHP માર્ચ અને જૂનની વચ્ચે સબમિટ કર્યા હતા.
આ યાદીમાં અર્બન કંપની (Urban Company), બૉટ (boAt), કોરોના રેમેડિઝ (Corona Remedies), પેસ ડિજિટેક (Pace Digitek), જૈન રિસોર્સ (Jain Resource) અને જ્યુપીટર ગ્રીન (Juniper Green) વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: એનએસડીએલનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો, જાણો પ્રાઈસ બેન્ડ અને જીએમપી…
હવે તેમના આઈપીઓ એક પછી એક આવશે. હાલમાં શેરમાર્કેટમાં સતત હલચલ રહે છે. અર્થવ્યવસ્થાઓમાં થતાં વૈશ્વિક ફેરફારો, બદલાતા રાજનૈતિક સમીકરણો વગેરેને લીધે સેન્સેક્સ ઉપર ઓછો ને નીચે વધારે રહ્યો છે.
હવે આ નવા આઈપીઓથી શેરમાર્કેટમાં ધમધમાટ શરૂ થશે તેમ પણ નિષ્ણાતો કહે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે સેબીએ તેની કામ કરવાની ઝડપ વધારી છે અને હવે આઈપીઓ માટે આવતી અરજીઓ બે-ત્રણ મહિનાથી વધારે રહેતી નથી.