શેર બજાર

સેન્સેક્સ સ્પ્રીંગની જેમ ઉછળી 72,000ની નજીક પહોંચી ગયો, સત્ર દરમિયાન 1300 પોઇન્ટની છલાંગ લગાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે વિશ્વબજારના મિશ્ર સંકેત છતાં જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ સ્પ્રીંગની જેમ ઉછળી 72,000ની નજીક પહોંચી ગયો છે. સત્ર દરમિયાન 1300 પોઇન્ટની છલાંગ લગાવી બેન્ચમાર્ક આ સપાટી પાર પણ કરી ગયો હતો. રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક સહિતના ઇન્ડેક્સ હેવીવેેઇટ શેરોમાં જોરદાર લેવાલીનો ટેકો મળતાં બેન્ચમાર્કને આગળ વધવાનું ઇંધણ મળ્યું હતું.
એશિયાઇ બજારોના સુધારા અને સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેકસ 1240.90 પોઇન્ટ અથવા તો 1.76 ટકાના ઉછાળા સાથે 71,941.57 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સત્ર દરમિયાન બેન્ચમાર્ક 1309.55 પોઇન્ટ આથવા તો 1.85 ટકાના ઉછાળા સાથે 72,010.22 પોઇન્ટની સપાટીને અથડાયો હતો. એ જ રીતેે, નિફ્ટી 385 પોઇન્ટ અથવા તો 1.80 ટકાના ઉછાળા સાથે 21,737.60 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.
નિફ્ટી ફાઇનાન્શિયલ, મીડિયા, પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકના ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના શેરોમાં રિલાયન્સ લગભગ સાત ટકા ઊછળ્યો હતો. ઉપરાંત ટાટા મોટર્સ, પાવર ગ્રીડ, લાર્સન એન્ડ ટૂબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, એનટીપીસી, ટાઇટન અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેઇનર હતા. જ્યારે આઇટીસી, ઇન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્ર, અને ટાટા ક્નસ્લટન્સી સર્વિસિસ ટોપ લૂઝર્સ રહ્યાં હતાં.
એલઆઇસીને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી 9.99 ટકા સુધી વધારવાની મંજૂરી મળી ગઈ છે. પોર્ટ, શિપિંગ, વોટરવેઝ અને આયુષ ખાતાના કેન્દ્રીય પ્રધાન સર્બનંદા સોનોવાલે, આસામના મુખ્ય પ્રધાન ડો. હિમન્તા બિશ્વા સાથે દીબ્રુગઢમાં સ્થપાનારી 100 બેડ ધરાવતી યોગા એન્ડ નેચરોપથી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. ઇશાન ભારતમાં આ પ્રકારના આ પહેલી જ ઇન્સ્ટિટયૂટ બનશે.
કોપર વાયર ઉત્પાદક બોનલોન ઇન્ડસ્ટ્રી વિસ્તરણ યોજના હેઠળ એલ્યુમિનિયમ રોડ અને ઇન્ગોટ્સના ઉત્પાદન માટે મહારાષ્ટ્રમાં તળોજા ખાતે ઉત્પાદન સવલત સ્થાપી રહી છે. આ પ્રોજેક્ટની પ્રારંભિક ક્ષમત 75,000 ટનની રહેશે. નવા પ્લાન્ટ મારફત નાણાકીય વર્ષ 2024-15થી જ ઉત્પાદન શરૂ કરવાની યોજના છે. કંપની ફેરસ, નોનફેરસ મેટલ ટે્રડિંગ અને હોટલ બિઝનેસ અને સિવિલ ક્નસ્ટ્રકશન ક્ષેત્રે પણ કાર્યરત છે. ડ
આરઇસીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 13.5 ટકાના વધારા સાથે રૂ. 3308.42 કરોડનો ચોખ્ખો નફો જાહેર કર્યો હતો. કુલ આવક રૂ. 12,071.54 કરોડ નોંધાઇ હતી. વૈશ્વિક સ્તરે માન્ય પીએમઆઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ (પીએમપી) સર્ટિફિકેશન અંગેના 21 દેશમાં હાથ ધરાયેલા પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેલરી સર્વે અનુસાર ભારતમાં પીએમપી સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ નોનપીએમપી સર્ટિફાઈડ પ્રોફેશનલ્સથી 35 ટકાથી વધુ છે. સર્વે અનુસાર મોટા ભાગના દેશોમાં સર્ટિફાઈડ પીએમપી પ્રોફેશનલ્સની કમાણી નોંધપાત્ર રીતે વધી છે. ઉપરાંત તેમની કારકિર્દીમાં પણ સુધારો છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે ડિસેમ્બર ક્વાર્ટરમાં 30 ટકાના વધારા સાથે રૂ. 723 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 7437 કરોડની કુલ આવક નોંધાવી છે. કેનોરા બેન્કે ડિસેમ્બર ક્વાર્ટરમાં 29 ટકાના વધારા સાથે રૂ. 3656 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કોલગેટ પામોલીવ ઇન્ડિયા લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટર માટે 35.71 ટકાના વધારા સાથે રૂ. 330.11 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કુલ આવક 8.6 ટકા વધીને રૂ. 1413.54 કરોડ નોંધાઇ છે.
ચાઇનાએ સતત ગબડતા શેરબજારને ટેકો આપવાની અને ચાઇના એવરગ્રાન્ડેને લિક્વિડેશનમાં જવાનો આદેશ આપ્યો ત્યારબાદ એશિયાઇ બજારોમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકન બજારોમાં મિશ્ર વલણ હતું અને યુરોપના બજારોમાં મોટેભાગે નરમાઇ જોવા મળી હતી.
જોકે, યુએસ ડેટામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વહેલી તકે ઘટાડો થવાના સંકેત સાંપડ્યા હોવાથી વિશ્વ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજાર માટે આ મહત્ત્વનું અઠવાડિયું રહેશે જેમાં બહુપ્રતિક્ષિત વચગાળાનું બજેટ રજૂ થવાનું છે અને કોર્પોરેટ પરિણામો પણ જાહેર થવાના છે.
દરમિયાન ભારત વીઆઇએક્સ ઇન્ડેક્સ આજે આઠ ટકા જેવો વધ્યો છે, જે આગળની ઉથલપાથલ વધવાની શક્યતા દર્શાવે છે.
અગ્રણી માર્કેટ એનાલિસ્ટે કહ્યું કે, આ અઠવાડિયે બે મહત્વની ઘટનાઓ થવાની છે, જેમાં વચગાળાનું બજેટ અને રેટના નિર્ણય અંગેની અમેરિકાની ફેડરલ રિઝર્વની બેઠકનો સમાવેશ છે. પરંતુ, તેમના મતે આ ઘટનાઓ બજારને મોટી અસર કરે તેવી શક્યતા નથી. બજારને અસર કરી શકે તેવી મોટી જાહેરાતો વિના બજેટ માત્ર એક વોટ ઓન એકાઉન્ટ હશે. એ જ રીતે ફેડરલના નિર્ણય અંગે જોઈએ તો, વ્યાજ દરમાં કોઈ વહેલા કાપની અપેક્ષા નથી, પરંતુ તેની કોમેન્ટ્રી પર ઝીણવટથી નજર રાખવામાં આવશે. એકંદર બજારને તેના પરથી જ દિશા મળશે.

સેન્સેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 6.86 ટકા, ટાટા મોટર્સ 3.62 ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 3.40 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 3.25 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 3.18 ટકા વધ્યા હતા, જ્યારે આઈટીસી 1.20 ટકા, ઈન્ફોસિસ 0.89 ટકા, જેએસડબલ્યૂ સ્ટીલ 0.59 ટકા, ટેક મહિન્દ્રા 0.53 ટકા અને ટીસીએસ 0.18 ટકા ઘટ્યા હતા.સબધા ગ્રુપની કુલ 15 કંપનીઓમાંથી 11 કંપનીઓને ઉપલી અને 4 કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.

આઇપ્રુ બિઝનેસ સાઇકલ ફંડની એસેટ રૂ. 7,616 કરોડ
મુંબઇ: આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ બિઝનેસ સાઇકલ ફંડની એયુએમ રૂ. 7616 કરોડ સુધી પહોંચી છે. ફંડનો 54 ટકા પોર્ટફોલિયો સ્થાનિક ક્ષેત્રો પર કેન્દ્રિત છે, જેમાં બેન્ક, ઓટો, ક્નસ્ટ્રકશન અને ટેલિકોમનો હિસ્સો નોંધપાત્ર છે. ફાર્મા અને આઇટી ક્ષેત્રે પણ એક્સપોઝર છે અને ફોરેન સિક્યુરિટીઝમાં ચાર ટકા ફાળવણી છે.
આ પ્રકારના ફંડમાં અર્થતંત્રના વિવિધ તબક્કા દરમિયાન વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરી મહત્તમ લાભ મેળવવાનું આયોજન હોય છે. આ કનસેપ્ટને બિઝનેસ સાઇકલ આધારિત રોકાણ કહેવાય છે. ફંડે બેન્ચમાર્કના 27 ટકા સામે પાછલા વર્ષે 34 ટકા રિટર્ન આપ્યું છે. ફંડની 18 જાન્યુઆરી 2021એ થયેલી શરૂઆત વખતે થયેલું એક લાખ રૂપિયાનું રોકાણ 24.96 ટકાના સીએજીઆર સાથે રૂ. 1.98 લાખ સુધી પહોંચ્યું હોત, જે બેન્ચમાર્કના કિસ્સામાં 12.5 ટકાના સીએજીઆર ાથે રૂ. 1.66 લાખના સ્તરે હોત. સામાન્ય રીતે બિઝનેસ સાઇકલમાં ગ્રોથ, સ્લમ્પ, રિસેશન અને રિકવરી જેવા તબક્કા આવતા હોય છે. પોર્ટફોલિયોના ટોપ હોલ્ડિંંગ્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન, રિલાયન્સ, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, મારુતિ, લ્યુપીન, ટેક મહિન્દ્રા અને બીપીસીએલનો સમાવેશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker