સ્પોર્ટસ

ગજબનો યોગાનુયોગ! બૉક્સિંગ-ડે ટેસ્ટની બન્ને હરીફ ટીમમાં સાત-સાત નવા ખેલાડી!

ઇંગ્લૅન્ડના કરૅન બંધુઓનો વચલો ભાઈ ઝિમ્બાબ્વે વતી રમશે

બુલવૅયોઃ ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડના વહીવટ અને કારભારમાં સરકારની દરમ્યાનગીરીને કારણે આ દેશના ક્રિકેટચાહકોએ લાંબા સમય સુધી ક્રિકેટજગતથી પોતાને વિખૂટા રહેવું પડ્યું હતું એટલે આ દેશની આંતરરાષ્ટ્રીય ટીમ અન્ય દેશો માટે અગાઉ જેવી પડકારરૂપ નથી અને એમાં હવે આ દેશની ટેસ્ટ ટીમમાં સાત-સાત નવા ખેલાડીઓને સમાવાતાં ઝિમ્બાબ્વે સામે ક્રિકેટમાં નવી ચૅલેન્જ ઊભી થઈ છે.

અફઘાનિસ્તાન સામે ગુરુવાર, 26મી ડિસેમ્બરે (બૉક્સિંગ-ડેએ) અહીં બુલવૅયોમાં અફઘાનિસ્તાન સામે શરૂ થનારી ટેસ્ટ માટેની સ્ક્વૉડમાં ઝિમ્બાબ્વેએ સાત એવા ખેલાડી છે જેમાંના છ પ્લેયર ટી-20 કે વન-ડે રમ્યા છે, પણ પાંચ દિવસીય ટેસ્ટ-મૅચ હજી સુધી નથી રમ્યા. નવાઈની વાત એ છે કે અફઘાનિસ્તાનની ટીમમાં પણ સાત નવા પ્લેયર સામેલ કરાયા છે.
ટૉમ કરૅન અને સૅમ કરૅન ઇંગ્લૅન્ડ વતી રમ્યા છે, પણ તેમનો 28 વર્ષનો વચલો ભાઈ બેન કરૅન ઝિમ્બાબ્વે વતી વન-ડે રમી ચૂક્યો છે અને હવે તેને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. બેન કરૅન લેફ્ટ-હૅન્ડ બૅટર છે.

બેન કરૅન ઉપરાંત બીજા છ નવા ટેસ્ટ ખેલાડીઓમાં બૅટર જોનથન કૅમ્પબેલ, વિકેટકીપર ટૅડિવાનાશે મારુમની તથા ન્યાશા મયાવો તેમ જ પેસ બોલર્સ ટ્રેવર ગ્વાન્ડુ, તાકુદ્ઝવા ચૅટાઇરા અને ન્યૂમૅન ન્યામહૂરીનો સમાવેશ છે. આ સાતેય ખેલાડીઓમાંથી એકમાત્ર તાકુદ્ઝવા ચૅટાઇરા પહેલી જ વાર ઝિમ્બાબ્વે વતી રમશે.

આ પણ વાંચો : ઝિમ્બાબ્વેએ બનાવ્યો T20નો સૌથી મોટો સ્કોર, સિકંદર રઝાની 15 છગ્ગા સાથેની વિસ્ફોટક બેટિંગ

ક્રેગ ઇર્વિન ઝિમ્બાબ્વેની ટેસ્ટ ટીમનો કૅપ્ટન છે અને ટીમના બીજા અનુભવી ખેલાડીઓમાં સિકંદર રઝા, શૉન વિલિયમ્સ, બ્લેસિંગ મુઝરાબની અને રિચર્ડ ઍન્ગારેવા સામેલ છે.

હશમતુલ્લા શાહિદી અફઘાનિસ્તાનની ટીમનો કૅપ્ટન છે અને તેની સ્કવૉડમાં સાત એવા પ્લેયર છે જેઓ ક્યારેય પાંચ દિવસની ટેસ્ટ-ક્રિકેટ નથી રમ્યા. એમાં ઑલરાઉન્ડર ઇસમત આલમ, સ્પિનર ઝહીર શેહઝાદ, સ્પિનર બશીર અહમદ અફઘાન, અઝમતુલ્લા ઓમરઝાઇ, ફરીદ અહમદ, રિયાઝ હસન અને સેદિકુલ્લા અટલનો સમાવેશ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button