સ્પોર્ટસ

યુઝવેન્દ્ર ચહલની પત્નીએ કેમ કહ્યું બધાને ખુશ નથી રાખી શકાતા…

ટીમ ઈન્ડિયાનો પ્લેયર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતાં જ હોય છે. અહીંયા તમારી જાણ માટે ધનશ્રી ચહલ હાલમાં રિયાલિટી ડાન્સ શો ઝલક દિખ લા જામાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આવી છે અને આ જ કારણસર તે લાઈમલાઈટમાં આવી છે.

જે લોકો નથી જાણતા એમના માટે કે સોશિયલ મીડિયા પર રીલ્સ અને પોસ્ટ કરવામાં માહેર ધનશ્રી ચહલ એક લાજવબાબ ડાન્સર પણ છે. જોકે, તેને તેના ડાન્સના વીડિયોને કારણે ટ્રોલર્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. જોકે, આ મામલે ધનશ્રી દ્વારા હવે પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ધનશ્રીએ ટ્રોલર્સને જવાબ આપતા એવું કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય દરેક જણને ખુશ નથી રાખી શકતા. જોવા જઈએ તો મેં બહુ પહેલાં જ એ વસ્તુ શીખી લીધી હતી કે હું મારી કળાથી બધાને પ્રભાવિત નથી કરી શકવાની. તમે જે કરો છો તો બધાને સારું લાગે એવું જરૂર નથી. હું એ વિચારીને નથી આગળ વધતી કે મારા કંઈ કરવાથી બધા ખુશ થઈ જશે. કેટલાક લોકો તમારાથી ખુશ થશે, કેટલાક લોકો નહીં થાય. પણ તમારે આગળ વધવું જ પડશે.

આગળ ધનશ્રીએ જણાવ્યું હતું કે ટ્રોલ કરનારાઓ તો ટ્રોલ કરશે જ ક્યારે એક પર્સન્ટ, ક્યારેક 10 પર્સન્ટ તો ક્યારેક 50 ટકા… હું એ લોકો તરફ આંખ આડા કાન કરીને આગળ વધી જાઉં છું. આવું ખાલી મારી સાથે જ નથી થઈ રહ્યું. બધા સાથે થાય છે અને આગળ પણ થતું આવશે. તમારે નક્કી કરવાનું છે તમારે શું કરવાનું છે.

તમારી જાણ માટે કે ઝલકના મંચ પર ડાન્સનો કમાલ કરવા માટે ધનશ્રી એકદમ તૈયાર છે અને પોતાના આ નિર્ણય પર પતિ યુઝવેન્દ્રએ શું કહ્યું તો એમણે મને કોઈ સલાહ નથી આપી, કારણ કે મને ડાન્સ કરતાં આવડે છે. પરંતુ હું એમના સપોર્ટ અને શુભકામનાઓ હંમેશા મારી સાથે રહે છે. તે મને દરેક વસ્તુમાં પ્રોત્સાહિત કરે છે અને અમારા બંનેમાં આ વાત છે. અમે લોકો હંમેશા એકબીજાનો ઉત્સાહ વધારીએ છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…