સ્પોર્ટસ

યુઝવેન્દ્ર ચહલે ત્રણ દિવસ પછી મૌન તોડ્યું…

આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતમાં રમાશે. ભારતીય ટીમની જાહેરાત 5 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા જ રહેશે. આ સાથે જ અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે. અજીત અગરકરની સમિતિએ યુઝવેન્દ્ર ચહલને લઈને સૌથી ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ લીગ સ્પિનર ​​ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો નથી. ચહલની ટીમમાં ગેરહાજરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે યુઝવેન્દ્ર ચહલે વર્લ્ડ કપમાં ના રમવા માટે મોટું નિવેદન આપ્યું છે. ચહલે કહ્યું હતું કે ટીમ સિલેક્શન મારા હાથની વાત નથી. મારું સપનું ટેસ્ટ ક્રિકેટ રમવાનું પણ છે.

દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરે. અને મારું પણ આવું જ સપનું છે. મેં બહુ ઓછી ઓવરોની ક્રિકેટમાં ઘણું મેળવ્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હજુ પણ મારા ચેકલિસ્ટમાં છે. તેણે કહ્યું હતું કે મારું સપનું છે કે મારા નામની આગળ ‘ટેસ્ટ ક્રિકેટર’નો ટેગ લાગે. આ સપનું પૂરું કરવા માટે હું ડોમેસ્ટિક અને રણજી ગેમ્સમાં મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ. અને મને વિશ્ર્વાસ છે કે ટૂંક સમયમાં મને ભારતીય ટેસ્ટ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.


ચહલનું કહેવું છે કે કેટલીક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી, તેના વિશે વધુ વિચારવું પણ નહીં. જ્યારે પણ હું રમતો હોઉ છું મારું ધ્યાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર હોય છે. મેચ ગમે તે હોય પણ મારું લક્ષ્ય મારા સો ટકા આપવાનું છે. અને ટીમમાં પસંદગી એવી વસ્તુ છે જે આપણા હાથમાં નથી. યુઝવેન્દ્ર ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચહલે 2021થી અત્યાર સુધી 18 વનડે ઈન્ટરનેશનલ મેચોમાં 26.62ની એવરેજથી 29 વિકેટ લીધી છે.


વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ , ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવના નામની જાહેરાત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ