કોણ છે આરજે મહવશ? યુઝવેન્દ્ર ચહલ સાથે કેમ જોડાઈ રહ્યું છે નામ…

ટીમ ઈન્ડિયાના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર આરજે મહવશ ગઈકાલે આઈસીસી ચેમ્પિયશિપ-2025માં સાથે જોવા મળતાં ફરી એક વખત અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર બંનેના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ આ અફવાઓનું બજાર ગરમ એટલે થયું છે કારણ કે હાલમાં જ યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ થયા છે. ડિવોર્સ બાદ જ મહવશ અને ચહલનું સાથે દેખાવવું દાલ મેં કુછ તો કાલા હૈના સંકેત આપી રહ્યા છે.
Also read : ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ રોહિત ODIમાંથી નિવૃત્તિ લેશે? જાણો રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
ચહલ અને મહવશની વધતી જતી ક્લોઝનેસને કારણે નેટિઝન્સ આખરે આ આરજે મહવશ કોણ છે એ જાણવા માટે નેટ પર ખાખાખોળા કરી રહ્યા છે. આરજે મહવશનો જન્મ અલીગઢમાં થયો છે અને તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. ત્યાર બાદ તેણે મિલિયા ઈસ્લામિયા નવી દિલ્હીથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. મહવશે પોતાના કરિયરની શરૂઆત આજે તરીકે કરી અને તે 98.3 રેડિયો મિર્ચી એફએમનો હિસ્સો રહી ચૂકી છે. તેના સુંદર અવાજે તેને લોકપ્રિય આરજે બનાવી દીધી હતી.

મહવશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખોમાં ફોલોવર્સ છે. ટૂંક સમયમાં જ તે એક શોમાં જોવા મળશે. વાત કરીએ ચહલ સાથે દેખાવવાની તો યુઝવેન્દ્ર અને ધનશ્રીના હાલમાં જ ડિવોર્સ થયા છે અને ત્યાર બાદ ચહલનું મહવશ સાથે દેખાવવું લોકોને કંઈ ખાસ હજમ નથી થઈ રહ્યું.
ફેન્સ મહવશ અને યુઝવેન્દ્રનું નામ જોડી રહ્યા છે.
જોકે, બંને જણ આ બાબતે ઓફિશિયલ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચહલ અને મહવશ ઈન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડના મેચમાં સાથે જોવા મળતા ફરી એક વખત તેમના સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જોકે, મેચ બાદ મહવશે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે કહ્યું હતું ને કે જિતાડી આવીશ. હું ટીમ ઈન્ડિયા માટે ગુડ લક છું. આ પોસ્ટમાં તેની સાથે ચહલ પણ જોવા મળી રહ્યો છે.
Also read : મેચ જીત્યા બાદ વિરાટ દોડ્યો અનુષ્કા તરફ અને વીડિયો થયો વાયરલ…
ચહલ અને મહવશ સિવાય અનેક સેલિબ્રિટીઓ ગઈકાલે દુબઈ મેચ જોવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર ચહલ, મહવશ અને વિવેક ઓબેરોયનો પણ એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તેણે પણ ચહલ અને મહવશ સાથે ફોટો શેર કર્યો હતો.